ગુજરાત

gujarat

ETV Bharat / city

relief in curfew ? સરકાર 8 વાગ્યા સુધી સમય મર્યાદા કરે એવી શકયતાઓ - 23 June Cabinet Meeting

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) રાત્રી કર્ફ્યુ (Night curfew) બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો (Corona) આવ્યો છે તેને ધ્યાનમાં લઇને વેપારધંધાના સમયમાં પણ ફેરફાર કરવાની રજૂઆત કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.

relief in curfew ? સરકાર 8 વાગ્યા સુધી સમય મર્યાદા કરે એવી શકયતાઓ
relief in curfew ? સરકાર 8 વાગ્યા સુધી સમય મર્યાદા કરે એવી શકયતાઓ

By

Published : Jun 23, 2021, 7:38 PM IST

  • રાજ્ય સરકાર કરફ્યુની સમય મર્યાદામાં સુધારો કરે તેવી શક્યતાઓ
  • 26 જૂનના રોજ પુરી થઈ રહી છે curfewની અવધિ
  • હવે રાત્રે 10 વાગે રાજ્યના 36 શહેરમાં કરફ્યુ લાગે તેવી શક્યતા
  • વેપાર રોજગાર માટે 8 વાગ્યા સુધીની છૂટછાટની સંભાવના

    ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની (Corona) બીજી લહેરે તરખા'ટમચાવ્યો હતો ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં આંશિક લોકડાઉન અને વેપાર-ધંધા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) પણ રાજ્યમાં કોરોના કેસો ઘટતા કરફ્યૂ સમયમાં પણ સુધારોવધારો કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી.


    રાત્રી કરફ્યુ 10 વાગ્યે રાખવાની ચર્ચા

    મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના (CM Rupani) મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Night curfew) રાત્રી કર્ફ્યુ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે ગુજરાતમાં કોરોના (Corona) કેસમાં ઘટાડો આવ્યો છે તેને ધ્યાનમાં લઇને કહ્યું કે કરફ્યૂ સમયમાં પણ ઘટાડો કરવાની રજૂઆત કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કરફ્યૂ સમયમાં સુધારો કરવાની રજૂઆત અને સૂચન કર્યું હતું.


    વેપાર રોજગારમાં પણ સમય વધશે

    અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં (Cabinet Meeting) સમગ્ર રાજ્યમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે વેપાર રોજગાર માટે સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ જે રીતે કોરોના સંક્રમણ (Corona) ગુજરાતમાં ઘટી રહ્યું છે અને કેસમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે વેપાર રોજગાર કરવા માટે પણ રાજ્ય સરકાર સમયમાં વધારો કરશે. આમ સાત વાગ્યાના બદલે હવે વેપાર રોજગાર 8 વાગ્યા સુધી કાર્યરત થાય તે અંગે પણ કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે.


    ગુજરાતમાં ઘટી રહ્યાં છે કોરોના પોઝિટિવ કેસ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે 22 જૂનથી 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 135 જેટલા જ (Corona) પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. જ્યારે તમામ શહેરોમાં 50 કરતાં ઓછા કેસો સામે આવ્યાં છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 0 કેસો પણ નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકાર હવે રાત્રે કરફ્યૂ (Night curfew) અને અન્ય પરિસ્થિતિ બાબતે પણ કોર કમિટીમાં મહત્વનો નિર્ણય કરશે.


    આ પહેલાં કયા મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં

    રાજ્યમાં 11 જૂન થી 6:00 થી અમુક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે આ નિયંત્રણ 11 જૂન 26 જૂન સવારના છ વાગ્યા સુધી હળવા કરવામાં આવશે ત્યારબાદ આગળનો વધુ નિર્ણય લેવામાં આવશે


    રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા દરમિયાન એટલે કે 11 જૂન થી 26 જૂન સુધી સવારે 9 થી સાંજે 07:00 સુધી બેસવાની ક્ષમતાના પચાસ ટકા સાથે ચાલુ રાખી શકાશે.

    takeaway 09:00 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે

    તમામ દુકાનો વાણિજ્યક એકમો લારી-ગલ્લા શોપિંગ કોમ્પલેક્સ માર્કેટયાર્ડ હેર કટીંગ સલૂન બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યવસાયિક ગતિવિધિ 11 જૂન થી 26 જૂન સુધી સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

    વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે

    જિમ્નેશિયમ 50 ટકા સાથે ચાલુ કરવાની પરવાનગી તથા એસઓ પીનું પાલન કરવું ફરજિયાત છે

    રાજ્યમાં રાજકીય સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિઓની મર્યાદામાં પાલન સાથે કરી શકાશે

    રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહે છે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમ જ તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

    શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક સર્વિસ 60 ટકા પેસેન્જરોની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

    રાજ્યના જે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષા IELTS અને TOFEL વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને આ પરીક્ષાઓ એસપીના પાલન સાથે યોજવાની પણ છૂટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details