ગાંધીનગર: નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં એનો એજ રાગ અલપ્યો છે, જ્યારે આખું ગુજરાત કોરોના સામે એક થઈને જંગ લડે છે ત્યારે એકની એક ખોટી વાતને સાચી કરવા કોંગ્રેસ મથે છે, જ્યારે ધમણ 1 અંગે અમે ચોખવટ કરી જ છે, કે રાજકોટની કંપનીએ 1000 વેન્ટિલેટર મફત આપ્યાં છે. જ્યારે કોંગ્રેસ ખરીદવાના આક્ષેપ કરે છે, વિનામૂલ્યે કોઈ વસ્તુ આવી હોય તો કેવી રીતે કૌભાંડ થયું એ કોંગ્રેસ સમજાવે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટના છે અને આ કંપની પણ રાજકોટની છે તો એટલે કૌભાંડ કર્યું એમ ન કહેવાય.
પોંડિચેરી-મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે ધમણ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો, ગુજરાત કોંગ્રેસ રાજનીતિ કરે છે: નીતિન પટેલ - મહારાષ્ટ્ર
રાજકોટની સ્વદેશી વેન્ટિલેટર બનાવતી કંપનીનું ધમણ વેન્ટિલેટર ફેઇલ હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાએ કર્યાં હતાં. જેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ધમણ બાબતે રાજનીતિ કરી રહ્યું છે, જ્યારે પોંડિચેરી અને મહારાષ્ટ્ર સરકારે ધમણ વેન્ટિલેટરના ઓર્ડર આપ્યાં છે.
નીતિન પટેલે પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે હું મહેસાણાનો છું તો ત્યાંની ઉત્પાદન કરતી કંપની સરકારને કોઈ દાન આપે તો એ માનવ સેવાની પ્રવૃત્તિ છે એટલે સ્થાનિક નેતા જોડે જોડીને વાત કરવી તે યોગ્ય નથી, સાથે જ પોંડિચેરી અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે ધમણ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે.
કોવિડની કામગીરી બાબતે કોંગ્રેસના પ્રમુખે સરકાર કે કંપનીને અભિનંદન આપ્યાં હોય એવું જોયું નથી, તેમણે કરેલું નિવેદન ખોટું છે. જ્યારે ગુજરાતમાં આર્થિક પ્રગતિ બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને સૂરત સિવાય રાજ્યના તમામ સિટીમાં ઉદ્યોગધંધાઓ પહેલાની જેમ જ શરૂ થયાં છે. ગતિવિધિઓ વધી છે.
જ્યારે પાનમસાલાના ગલ્લા ઉપર નીતિન પટેલે નિવેદન કર્યું હતું કે, પાન મસાલાનો પણ એક ધંધો છે, પરંતુ જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયા દંડ છે જેથી લોકોએ પાનમસાલા લઈને ઘરે જતું રહેવું.