ગાંધીનગર: કોવિડ-19ને કારણે ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની બહુ મોટી ગુનાહીત બેદરકારી છે. જેને કારણે પ્રજા કોરોનાની હાડમારી ભોગવી રહી છે. જેના જવાબમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ શરૂ થયો ત્યારે કોરોના નામની બિમારી સમગ્ર રાજ્યમાં હતી જ નહીં.
કોરોના પર રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને સામને, શું કહ્યું પ્રદીપસિંહ જાડેજાએ? - namaste trump
કોવિડ-19ને કારણે ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની બહુ મોટી ગુનાહીત બેદરકારી છે. જેને કારણે પ્રજા કોરોનાની હાડમારી ભોગવી રહી છે. જેના જવાબમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ શરૂ થયો ત્યારે કોરોના નામની બિમારી સમગ્ર રાજ્યમાં હતી જ નહીં.
રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપ બાબતે જણાવ્યું હતું કે, જે સમયે અમદાવાદમાં નમસ્તે કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે રાજ્યના એક પણ જિલ્લામાં કોરોના જેવી બિમારી હતી જ નહીં. આ ઉપરાંત કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હજુ પણ પ્રયત્નો ચાલુ જ છે.
રાજ્ય સરકાર ગુજરાત રાજ્યને કોરોનાથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. કોરોના વાઈરસથી બચવા માટે રાજ્ય સરકારે શરૂઆતના જ દિવસોમાં 10 હજારથી વધુ બેડ ન્યુ હોસ્પિટલ રાજ્યમાં તૈયાર કરી હતી. આ ઉપરાંત વધુ બેડની જરૂર જણાતા 22000 રાજ્ય સરકારે તૈયાર કર્યા છે. જ્યારે અમિત ચાવડાએ કરેલા આક્ષેપ એ તેમની સમજ શક્તિ પ્રમાણેના નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ ગુજરાતમાં વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાનું રાજકારણ શરૂં થયું છે.