ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાનના જન્મ દિવસે 2 કરોડ વેક્સિનનો ટાર્ગેટ અને કોવિન એપ પર શરૂ કરાયેલા લાઈવ ટ્રેકર મામલે રાજકારણ ગરમાયું - કોવિન એપ પર લાઈવ ટ્રેકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે ત્યારે પુરા ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 2 કરોડ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરવાનો ટાર્ગેટ છે. ત્યારે આજના દિવસે જ શા માટે આ અભિયાન શરૂ કરાયું, જેમાં કોવિન એપ પર આજના દિવસે જ શા માટે લાઈવ ટ્રેકર ગોઠવાયું. તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસ અને આપ પાર્ટીમાંથી કરવામાં આવ્યાં હતાં.

વડાપ્રધાનના જન્મ દિવસે 2 કરોડ વેક્સિનનો ટાર્ગેટ અને કોવિન એપ પર શરૂ કરાયેલા લાઈવ ટ્રેકર મામલે રાજકારણ ગરમાયું
વડાપ્રધાનના જન્મ દિવસે 2 કરોડ વેક્સિનનો ટાર્ગેટ અને કોવિન એપ પર શરૂ કરાયેલા લાઈવ ટ્રેકર મામલે રાજકારણ ગરમાયું

By

Published : Sep 17, 2021, 6:57 PM IST

  • 2 કરોડનો ટાર્ગેટ 5.20 કલાકે પૂર્ણ થયો
  • વડાપ્રધાનના જન્મ દિવસે અપાયેલા ટાર્ગેટ સામે કોંગ્રેસ અને આપનો વિરોધ
  • રાત્રે 12 વાગ્યા સુધીમાં 2 કરોડ વેક્સિન આપવાનો ટાર્ગેટ અપાયો હતો

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે કોવિન લાઈવ ટ્રેકર શરૂ કવામાં આવ્યું છે. મિનિટ ટુ મિનિટ વેક્સિન લેવાના આંકડા એપ પર અપડેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં 24 કલાકમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. પરંતુ આ ટાર્ગેટ જે 24 કલાકનો છે તે 12 વાગ્યા પહેલાં જ પૂર્ણ થઈ જશે. ત્યારે વડાપ્રધાનના જન્મ દિવસે જ શા માટે ટાર્ગેટ આપી કોવિન એપ પર લાઈવ ટ્રેકર શરૂ કરવામાં આવ્યું તેને લઈને પણ સવાલો ઉભા થયા છે.

સાંજના 5 કલાકના સમય આજુ બાજુ 1,96, 23,873 લોકોએ વેક્સિન અપાઈ
જે ટાર્ગેટ અપાયો છે તેમાં બપોર સુધીમાં 1 કરોડને પાર વેક્સિનેશન થઈ ગયું છે. ત્યારે વેક્સિનેશન કેમ્પ પર રાજકારણ રમાયું છે તેવું અન્ય પોલિટિકલ પાર્ટીઓનું માનવું છે. તેમને આ બાબતે વિરોધ પણ કર્યો હતો. આ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યારે સાંજના 5 કલાકના સમય આજુ બાજુ દેશમાં 1,96, 23,873 લોકોએ વેક્સિન આજના દિવસમાં અત્યાર સુધી લીધી છે. રાતના 12 વાગ્યા સુધી 2 કરોડ વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. પરંતુ 5.20 કલાક આજુબાજુ 2 કરોડનો આ આંકડો પાર થઈ ગયો છે. રાતના બાર વાગ્યા સુધીના સમય પહેલાં આ આંડકો મોટી સંખ્યામાં પહોંચી શકે છે.

વડાપ્રધાનના જન્મ દિવસે જ લાઈવ ટ્રેકર શરૂ કરાયું
ભાજપ પાર્ટી દ્વારા દેશભરમાં જુદા જુદા કેમ્પ કરી વેક્સિન મહાઅભિયાન તેમના જન્મ દિવસને ધ્યાનમાં રાખી શરૂ કરાયું છે. જેથી વેક્સિન મામલે રાજકારણ રમાયું છે ત્યારે ખરેખર આ વહેલાં શરૂ કરવાની જરૂર હતી જો કે તેમના જન્મ દિવસની જ રાહ જોવાતી હતી અને ત્યારે જ લાઈવ ટ્રેકર કોવિન એપ પર ટ્રેકર શરૂ કરાયું છે. જેને લઇને રાજકારણ ગરમાયું હતું.

અત્યાર સુધી આ એપ્લિકેશન કોની રાહ જોતી હતી?
અત્યાર સુધી આ એપ્લિકેશન કોની રાહ જોતી હતી?

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, "સર્વ પ્રથમ તો વડાપ્રધાનને જન્મ દિવસની શુભેચ્છાઓ. અત્યારે જે કોવિન એપમાં તેમના જન્મ દિવસમાં આંકડાઓ અપડેટ થાય છે અને મિનિટ ટુ મિનિટ અપડેટ થાય છે. તો અત્યાર સુધી આ એપ્લિકેશન કોની રાહ જોતી હતી. વેક્સિનના કાર્યક્રમો માટે મોટા ઉપાડે થયાં, જાહેરાતો થઈ ગઈ હતી પરંતુ પૂરતો સ્ટોક નહોતો, ફંડ અને આયોજન નહોતું ત્યારે સૌ પ્રથમ અંધશ્રદ્ધાનું બહાનું કાઢવામાં આવ્યું. હવે સ્ટોક ધીમે ધીમે ઉપલબ્ધ થઈ રહ્યો છે એ પણ ત્યારે જ્યારે આખી દુનિયાનું વેક્સિનેશન પૂરું થઈ ગયું છે. રાજકીય નેતાઓ તેમની પ્રસિદ્ધિ માટે જનતાને બાનમાં લે છે તે યોગ્ય નથી."


લોકોને તકલીફ પડી રહી હતી ત્યારે આ આંકડા ના બતાવ્યાં

આપના ગાંધીનગર શહેર યુવા ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા આદિત્ય આહીરે કહ્યું કે, "આજની કોવિન એપ પર જે લોકોએ વેક્સિન લીધી તેના લાઈવ આંકડા બતાવવામાં આવી રહ્યાં છે. તો આ પહેલાં કેમ નહોતાં બતાવવામાં આવતાં. વેક્સિનની અછત એક સમયે હતી લોકોને તકલીફ પડી રહી હતી ત્યારે ના બતાવ્યાં જ્યારે વડાપ્રધાનનો આજે બર્થડે છે એટલે વેક્સિનના આંકડા બતાવવામાં આવી રહ્યાં છે. જે યોગ્ય વાત નથી."


વિરોધી પાર્ટીએ લોકોને ગેરમાર્ગે દોર્યા

ગાંધીનગર ભાજપ શહેર અધ્યક્ષ રુચિર ભટ્ટે જણાવ્યું કે, "અમે રસીકરણ પર પહેલાંથી જ ભાર મૂક્યો છે. લોકોને જ્યારે જરૂર હતી ત્યારે મળી જ છે. વિરોધ કરનારી પાર્ટીના લોકો જ ખુદ લાઈનમાં ઉભા રહ્યાં છે અને તેમને પણ વેક્સિન મળી જ છે. કેમ્પ તેમને જ શરૂ કર્યાં હતાં અમે જ્યારે કેમ્પ કરતાં ત્યારે બહાર ટેબલ લગાવીને આપ પાર્ટીના લોકો બેસી જતાં હતાં. અમારા કેમ્પ હાઇજેક કરતાં હતાં. કાર્યક્રમ અમારો હોય અને બોર્ડ લગાવી એ લોકો હાઈજેક કરે છે. પહેલાં તેમને લોકોને ગેરમાર્ગે દોર્યા અને પછી ખબર પડી કે રસી મામલે ખોટું થયું અને પછી રસી મામલે સમર્થન કર્યું. એ લોકો પહેલાં નક્કી કરી લે કે, એમને કઈ બાજુ લડવું છે. કોને મહત્વ આપવું છે."


આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના જન્મદિવસે રેકોર્ડ બ્રેક વેક્સિનેશન, સાંજે 5 વાગ્યા સુધીમાં 2 કરોડથી વધુ લોકો વેક્સિનેટ થયા

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના જન્મદિને રાજ્યભરમાં વેક્સિનેશન ડ્રાઈવ, બપોર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ મેળવી વેક્સિન

ABOUT THE AUTHOR

...view details