ગુજરાત

gujarat

ETV Bharat / city

દારૂબંધી પર રાજકારણ ગરમાયું: કોંગ્રેસે કર્યા આક્ષેપો કે, રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં સરકાર નિવડી નિષ્ફળ

ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરીથી રાજકારણમાં ગરમાવો(Politics heats up over alcoholism) જોવા મળ્યો છે. જેમાં આજ રોજ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર દારૂ બાબતે આક્ષેપો(Allegations made by Congress) કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકાર રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં નિષ્ફળ(Government fails to comply with alcohol ban) નિવડી છે. ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ(Illegal sale of liquor in the state) થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ છૂટથી દારૂ વેચાય છે જેને કાયદેસર કરવામાં આવે તો સરકારને ટેકસમાં ફાયદો થશે. તેમના આ નિવેદન પર કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા હતા અને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દારૂબંધી કરાવવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.

દારૂબંધી પર રાજકારણ ગરમાયું: કોંગ્રેસે કર્યા આક્ષેપો કે, રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં સરકાર નિવડી નિષ્ફળ
દારૂબંધી પર રાજકારણ ગરમાયું: કોંગ્રેસે કર્યા આક્ષેપો કે, રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં સરકાર નિવડી નિષ્ફળ

By

Published : Dec 14, 2021, 7:32 PM IST

Updated : Dec 15, 2021, 10:09 AM IST

  • દારૂબંધીને લઈને ફરીથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો
  • કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર દારૂ બાબતે કરાયા આક્ષેપો
  • ભાજપા સરકાર દારૂબંધી કરાવવામાં તદ્દન નિષ્ફળ : કોંગ્રેસ

ગાંધીનગર: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા ભાગે રાજ્યમાં ક્યાંક અંદર ખાને તેમજ ખુલ્લેઆમ દારુનું વેચાણ થઇ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર ઉપર આ બાબતે ગંભીર આક્ષેપો(Allegations made by Congress) મૂકવામાં આવ્યાં હતાં અને જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપા સરકાર દારૂબંધીનું પાલન કરાવવામાં તદ્દન નિષ્ફળ નીવડી(Government fails to comply with alcohol ban) છે. જેના કારણે લીકર માફિયાઓ ફાવી ગયા છે. દારૂબંધી હોય તો તેનો અમલ થવો જોઈએ.

દારૂબંધી પર રાજકારણ ગરમાયું

દારુનાં વેચાણથી સરકાર કેમ છે હજી અજાણ: કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ એ સરકારની નજરમાં કેમ આવતો નથી? દારૂબંધીનો દેખાવ ફક્ત પ્રજા સમક્ષ જ થઈ રહ્યો છે. ભરતસિંહે નિવેદન આપતાં જણાવ્યું કે, વર્ષોથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ વેચાય છે અને પુષ્કળ પ્રમાણમાં પકડાઈ પણ રહ્યો છે. ગાંધી અને સરદારની ભૂમિ પર દારૂબંધી હોવી જોઈએ પરંતુ દારૂબંધીનો કડક અમલ પણ કરવો જરૂરી છે કેમ કે નીચેથી લઇને ઉપર સુધી હપ્તા જાય છે.

દારૂબંધી પર રાજકારણ ગરમાયું: કોંગ્રેસે કર્યા આક્ષેપો કે, રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવામાં સરકાર નિવડી નિષ્ફળ

સરકાર દારૂબંધીનો અમલ કરાવવા માટે સંપૂર્ણ નિષ્ફળ નીવડી

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપા સરકાર રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડી છે. સરકાર નિષ્ફળ ગઈ છે તો તેમાં કયા કારણો જવાબદાર છે એ શોધવા માટે એક સમિતિ બનાવી જોઈએ જેમાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને જોડવા જોઈએ. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્વાભાવિક રીતે લોક ચર્ચામાં જે વાત છે તેમાં ગેરકાનૂની રીતે જો દારૂ વેચાતો હોય અને સરકારના ઓથ નીચે વેચાતો હોય તેમના મળતિયાઓની નજીકમાં વેચાતો હોય અને એ પૈસાનો લાભ તેમના મળતિયાઓને બુટલેગર લઈ જતા હોય, એના બદલે ગુજરાતની સરકારમાં એ પૈસા જમા થાય તો એ માટેનો નિર્ણય ગુજરાતની પ્રજા કરે, ગુજરાતની પ્રજા સૌ મળીને એવો કોઇ નિર્ણય કરે તો શિયાળાની ઠંડીમાં બધાને ગમે. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પોતાની આવકના પૈસા દારૂમાં વેડફી નાખે છે અને તેના કુટુંબીજનો તેમજ પરિવાર બરબાદ થઈ જાય છે. તેને ધ્યાનમાં રાખી દારૂબંધી દાખલ થઇ હતી. તેનો નિર્ણય ગુજરાતની પ્રજા અને ગુજરાતની મહિલાઓ નક્કી કરે. ગુજરાતની મહિલાઓ નક્કી કરે તો દારૂબંધી થાય. દારૂબંધી એ વ્યક્તિગત નિર્ણય છે.

આ પણ વાંચો : ડેડિયાપાડાઃ ખાતમુહૂર્તમાં અભિષેક માટે ઉપયોગમાં લેવાયો દારૂ, સાંસદ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી

આ પણ વાંચો : વાપીમાં ટ્રકમાં સંતાડીને લઈ જવાઈ રહેલો 6 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ

Last Updated : Dec 15, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details