ગુજરાત

gujarat

ETV Bharat / city

Abandoned child case: સચિન દીક્ષિતનો કરાશે DNA ટેસ્ટ, વધુ તપાસ અને પૂછપરછના આધારે પોલીસ કરશે કાર્યવાહી - Sachin Dixit

રાજ્યમાં ચકચાર મચાવી ચૂકેલી ગાંધીનગર પેથાપુરની ઘટનામાં એક પછી એક વળાંક આવી રહ્યા છે. સચિને મહેંદી ઉર્ફે હીનાની હત્યા કરીને બાળક શિવાંશને તરછોડવાનું સામે આવતા ચકચાર મચી છે. સચિને હીનાનું ગળું દબાવીને હત્યા કરી તેના મૃતદેહને રસોડામાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસેે આ બાબતે માહિતી આપી હતી.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

By

Published : Oct 10, 2021, 3:51 PM IST

  • વહેલી સવારે ચાર વાગે સચિન દીક્ષિતને રાજસ્થાનથી ગાંધીનગર લવાયો
  • વધુ તપાસ, પૂછપરછ અને પુરાવાના આધારે પોલીસ કાર્યવાહી કરશે
  • સચિન પકડાયા બાદ બાળકની માતાનું નામ સામે આવ્યું

ગાંધીનગર: પેથાપુરમાં બાળકને મૂકીને જનારા સચિનની શોધખોળ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિત અને તેના ઘર સુધી પહોંચી હતી. જે બાદ એક પછી એક અનેક પ્રકારના ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં બાળકની રીયલ માતાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા સચિનની વધુ સઘન તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

સચિને મહેંદી ઉર્ફે હીનાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી

UP જવાની વાત બાબતે સચિન અને મહેંદી વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં સચિને મહેંદી ઉર્ફે હીનાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકીને તે ફરાર થઈ ગયો હતો. ગાંધીનગરમાં આવી તેણે બાળકને સ્વામિનારાયણ મંદિરના પગથીયા પર મૂકી દીધું હતું. પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, હિના જૂનાગઢના કેશોદની વતની છે. તેની માતા હયાત નથી, જ્યારે પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સચિન અને હીના કંપનીમાં એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. સચિનની પત્ની આ સમગ્ર ઘટનાથી અજાણ છે પણ હીનાને સચિનના લગ્ન વિશે તમામ માહિતી હતી. હવે સચિન પર બાળક તરછોડવાનાં અને હિનાની હત્યા કરવાનાં ગુનામાં કાર્યવાહી કરવામાં આવશે.

સચિન દીક્ષિતનો કરાશે DNA ટેસ્ટ, વધુ તપાસ અને પૂછપરછના આધારે પોલીસ કરશે કાર્યવાહી

સચિનની માનસિક હાલત સારી ન હતી

સચિન દીક્ષિત અને મહેંદી ઉર્ફે હિના પ્રેમમાં હતા. તે બન્ને કમ્પનીમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા. જે બાદ સચિન વડોદરા રહેતો હતો અને શનિ-રવિ હીનાને મળવા આવતો હતો. બન્નેના લગ્નની કોઈ વિગત સામે આવી નથી પણ બન્ને લીવ ઈનમાં રહેતા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સચિનની માનસિક હાલત સારી ન હતી પણ તે કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતો નથી.

આ પણ વાંચો: પેથાપુર કેસમાં શિવાંશની માતાને લઈને મોટો ખુલાસો, સચિનનો DNA ટેસ્ટ થશે

અત્યાર સુધી તેને અરેસ્ટ નથી કરાયો

સચિન દીક્ષિતને રાજસ્થાનથી લાવવામાં આવ્યો છે. હાલ પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ મીડિયાના ધ્યાન પર શનિવારે કેટલીક વાતો ધ્યાન પાર આવી હતી. તેના વિશેની પ્રાથમિક માહિતી પણ આપવામાં આવી હતી. હાલ DNA મેચિંગ અને અન્ય પુરાવા ભેગા કરવાની કાર્યવાહી થઈ રહી છે. અત્યાર સુધી તેને અરેસ્ટ નથી કરાયો. પૂછપરછ ચાલુ છે. અમુક પુરાવા ભેગા થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સચિન દીક્ષિત તપાસ માટે સહકાર આપી રહ્યો છે. પૂછપરછ વિગતવાર પોલીસને ચાલી રહી છે. હજુ વધુ તપાસ અમે આ સંદર્ભે કરીશું.

શિવાંશ અને મહેંદી

આ પણ વાંચો: પેથાપુર મામલે દંપતિને ગાંધીનગર લાવવામાં આવ્યા, પૂછપરછ હાથ ધરાઈ

શિવાંશ અને મહેંદી વિશેની કેટલીક વિગતો

શિવાંશ વિશેની સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેનો જન્મ બોપલની એક ખાનગી હોસ્પિટલમાં થયો હતો. મહેંદી તેની માતા છે. મહેંદીના જન્મથી જ એની માસી અનિતા રાઠોડ સાથે રહે છે. મહેંદીની બહેન પણ તેની સાથે રહે છે. તે ઇવેન્ટમાં ટેટુ બનાવવાનું કામ કરે છે. સચિનના લગ્ન પહેલાં જ થઈ ગયા હતા પણ છૂટાછેડા થઈ ગયા હોવાનું જણાવી સંબંધ બનાવ્યા હતા. તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી છે. મહેંદીની મુલાકાત બે વર્ષથી વધુ સમય પહેલા સચિન સાથે થઈ હતી અને પ્રેમ સંબંધમાં જોડાયા હતા અને પ્રેમલગ્ન પણ કર્યા હોવાની માહિતી સુત્રો તરફથી મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details