- રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા પણ ધમધોકાર ચાલે છે હુક્કાબાર
- ગાંધીનગરમાંથી પોલીસે ઝડપ્યું હુક્કાબાર
- પોલીસની કાર્યવાહીમાં 11 જેટલા નબીરાઓની ધરપકડ
ગાંધીનગર:રાજ્યનું યુવાધન બરબાદ ન થાય તે માટે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવતો કાયદો ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાજ્યમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ પાડીને તમામ હુક્કાબારો બંધ કરાવ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ અનેક જગ્યાએ ખાનગી રાહે ભુર્ગભમાં હુક્કાબાર ચાલતા હતા. જે છેલ્લા કેટલાય સમયથી પોલીસની બીકના કારણે બંધ હતા. પરંતુ, કોરોનામાં પોલીસ વ્યસ્ત હોવાનો લાભ લઈને અમુક અસામાજિક તત્વો દ્વારા હુક્કાબાર ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં, આજે શનિવારે ગાંધીનગર પોલીસને મળેલી માહિતી પ્રમાણે કોબા પાસે હુક્કાબારમાં રેડ પાડીને 11 યુવાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગાંધીનગરના કોબા પાસે ચાલતો હતો હુક્કાબાર
ગાંધીનગર SOGને મળેલી માહિતી પ્રમાણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કોબા સર્કલ નજીક સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં હુક્કાબાર ચાલતું હતું. જેમાં, બાતમીને આધારે પોલિસે રેડ પાડી હતી અને હુક્કાબારમાં હુક્કાની મજા માણી રહેલા 11 નબીરાઓની પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.