- ગાંધીનગરમાંથી ડ્રગ્સ ઝડપાયું
- સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ રૂપિયા 7.50 લાખનું ડ્રગ્સ ઝડપ્યું
- ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ
ગાંધીનગર: રાજ્યનો યુવાધન નશાખોરીના રવાડે ચડી રહ્યો છે. યુવાનો હવે મદિરાપાન છોડીને ફિલ્મમાં દર્શાવવામાં આવતા ડ્રગ્સ તરફ વળી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI ડી.બી. વાળાની ટીમ દ્વારા શહેરના સેક્ટર 2C પ્લોટ નંબર 951/2માં રહેતા ઋષિક પિયુષ દવે ડ્રગ્સ વેચતો હોવાની માહિતી મળી રહી હતી. જેને લઇને SOG દ્વારા દરોડા કરવામાં આવતા MDMA ડ્રગ્સની ટેબલેટ નંગ 151 જેની કિંમત 7,47,500 હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ કરતા ડ્રગ્સની ગોળીઓ અમદાવાદ મોઢેરામાં રહેતા નિહાલ સાલવી પાસેથી મંગાવી હોવાની માહિતી મળી હતી. જેને લઇને પોલીસે ઋષિકની ધરપકડ કરી હતી અને નિહાલને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.