ગાંધીનગરઃ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે કોન્સ્ટેબલ વિજયસિંહ નવલસિંહને બાતમી મળી હતી. અગાઉ ચેઈન સ્નેચિંગના ઘણાં ગુનાઓમાં પકડાયેલ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનના ચેઈન સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ કાળાજી ઠાકોર અને તેનો સાગરિત અજય ઉર્ફે ભુદર રાવળ તોડેલા દોરા કડીના સોની રજાકભાઈને વેચવા માટે કલોલ સિંદબાદ હોટલ સામે આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પુલ નીચે ઊભેલા મહેશ ઉર્ફે ટીનો ઉર્ફે લટ્ટુ કાળાજી ઠાકોર (ઉ.વ. 30, કુંડાળ, કડી), અજય ઉર્ફે ભુદર વિનોદભાઈ રાવળ (રહે. કુંડાળ, કડી) તથા માલ લેનાર સોની રજાકભાઈ જુસબભાઈ મેમણ (ઉ.વ. 74, ગ્રીન સિટી, કડી)ની પોલીસે પૂછપરછ કરી હતી.
ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં 18 સ્નેચિંગ કરનારી કડીની ટોળકી પકડાઈ, સોની પાસેથી રૂ.2.63 લાખની ચેઈન મળી - gandhinagar crime branch
ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં ચેઈન સ્નેચિંગ કરનારી ટોળકી અને તેમની પાસેથી ચોરીની વસ્તુઓ ખરીદનારા સોનીને પોલીસે પકડી લીધા છે. ચેઈન સ્નેચિંગના 18 ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે કડીના સોની પાસેથી રૂ.2.63 લાખના સોનાના દોરા રિકવર કર્યાં છે.
મહેસાણા બાયપાસ રોડથી મોઢેરા રોડપર નવી બનતી ગોકુલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક નજીક ગરનાળા પર બાઈક પર એક ભાઈ અને બહેન જતા હતા. તેમણે બહેનના ગલામાંતી ચેઈન તોડ્યો હતો.
સાડા સાત મહિના અગાઉ અજય તથા સંદીપ પટેલ (રહે. કુંડાળ) જીજે-02 એફ 3412 નંબરનું પલ્સર બાઈક લઈને ગયા હતા. તેમણે કલોલથી પીયજ રોડ પર એક્ટિવા પર જતા ભાઈની પાછળ બેઠેલા બહેનના ગળામાંથી સોનાનો ચેઈન તોડી રૂ.25,000માં રજાકભાઈની દુકાને વેચ્યો હતો.
સાડ પાંચ મહિના પહેલાં અજય તથા સાગરે પલ્સર બાઈક પર થોળથી બોપલ રોડ પર બોપલ પહેલાં એક્ટિવા પર જતા ભાઈની પાછળ બેઠેલા બહેનના ગળામાંથી સોનાનો ચેઈન તોડ્યો હતો. જે રૂ.16,000માં રજાકભાઈને વેચ્યો હતો.
સાડા ચાર મહિના પહેલા અજય તથા સંદીપે બોપલ નજીક નાળિયામાં બાઈકની પાછળ બેઠેલા બહેનના ગળામાંથી સોનાનો ચેઈન તોડી રજાકભાઈની દુકાને રૂ.16000માં વેચ્યો હતો.