ગાંધીનગર- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈએ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર સ્થિત પોતાના બહુહેતુક ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં વધુ એખ મુલાકાત (PM Modi Gift City Visit)લેવાના છે. પીએમ મોદી ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની (PM will announce important decisions) જાહેરાત કરશે.
આ હશે મહત્વની જાહેરાતો -પીએમ મોદી અહીં (PM Modi Gift City Visit) જે જાહેરાતો કરવાના છે તે વિશે પ્રાથમિક માહિતી જોઇએ તો ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરાશે. આ સાથે IFSCAના નિયમનકારી સેન્ડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ (ITFS) પ્લેટફોર્મના સંચાલન વિશે પણ જાહેરાત કરાશે. તો GIFT-IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓનું ઉદઘાટન કરવામાં આવશે. ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે અને ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મની શરૂઆત (PM will announce important decisions) કરાશે.
કોણ કોણ રહેશે હાજર-આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણાં અને ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરી ઉપસ્થિત રહેશે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયનું ભૂમિપૂજન તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું લોકાર્પણ કરશે.
IFSCA દ્વારા સમજૂતી કરાર -આ ઉપરાંત IFSCAની નિયમનકારી પહેલ હેઠળ સ્થાપિત GIFT-IFSC સંબંધિત અન્ય મહત્વના માઈલસ્ટોન અંગે અગત્યની જાહેરાતો કરશે. આંતર-નિયમનકારી સહયોગને મજબૂત કરવા માટે સિંગાપોર, લક્ઝમબર્ગ, કતાર અને સ્વીડનની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર (MoU) કરાશે તથા ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે.
ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના -આ કાર્યક્રમ અંતર્ગત ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે, જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે, જેનાથી સરકારી સંસ્થાઓની ક્ષમતામાં વધારો થશે.