ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં હવે 50 લાખથી વધુ લાભાર્થીઓને અપાશે નવા પ્રિન્ટેડ આયુષ્માન PVC કાર્ડ - નેશનલ હેલ્થ ઑથોરિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યવ્યાપી આયુષ્માન કાર્ડ (Ayushman PVC Card) વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. એટલે કે હવે PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ (Gujarat Government) લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન PVC કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યમાં હવે 50 લાખથી વધુ લાભાર્થીઓને અપાશે નવા પ્રિન્ટેડ આયુષ્માન PVC કાર્ડ
રાજ્યમાં હવે 50 લાખથી વધુ લાભાર્થીઓને અપાશે નવા પ્રિન્ટેડ આયુષ્માન PVC કાર્ડ

By

Published : Oct 18, 2022, 9:28 AM IST

ગાંધીનગરગાંધીનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો. અહીં મુખ્યપ્રધાનના હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા. તે દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. એટલે હવે રાજ્યમાં PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું (Ayushman PVC Card) વિતરણ કરવામાં આવશે.

યોજનાને કરવામાં આવી સંકલિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) સાથે ગુજરાત સરકારે (Gujarat Government) વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ્ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (mukhyamantri amrutum vatsalya card) (MAV) યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા.

આજ સુધીમાં 1.58 કરોડ લાભાર્થીત્યારથી લઈને આજ દિન સુધીમાં ગુજરાતમાં 1.58 કરોડ લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા એક વર્ષમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે. આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે.

50 લાખ કાર્ડનું વિતરણનેશનલ હેલ્થ ઑથોરિટી (National Health Authority) (NHA)ની ગાઇડલાઇન મુજબ, PMJAY-MA (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા અમૃતમ)ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ (Ayushman PVC Card) આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સ્તરે 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યા છે. આ કાર્ડને આરોગ્ય કચેરીઓના સંબંધિત ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર-મેડીકલ ઓફિસરોને ડિલીવર પણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામડાઓમાં આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આરોગ્યલક્ષી યોજનાઉલ્લેખનીય છે કે, રાજ્યના ગરીબ નાગરિકોને મોંઘી મેડીકલ સારવારના ખર્ચાઓમાંથી બચાવવા માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં મુખ્યમંત્રી અમૃતમ્ (MA) યોજના જાહેર કરી હતી. ત્યારબાદ 4 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવા માટે વર્ષ 2014માં આ યોજનાનો વિસ્તાર કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) (mukhyamantri amrutum vatsalya card) યોજના જાહેર કરવામાં આવી હતી. MA અને MAVનો જે લાભ ગુજરાતના ગરીબ પરિવારોને મળ્યો, તે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્ર કક્ષાએ ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ (AB PMJAY) સમગ્ર દેશભરમાં લાગુ કરી, જે વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ છે, જેમાં પરિવાર દીઠ 5,00,000 રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે.

બ્રાન્ડેડ કાર્ડ વિતરણઆયુષ્માન ભારત (Ayushman PVC Card) પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની જાહેરાત થયા પછી વર્ષ 2019માં ગુજરાત સરકારે MA અને MAV યોજનાને AB PMJAY સાથે સંકલિત કરી અને આ ત્રણેય યોજનાના લાભાર્થીઓને PMJAY-MA હેઠળ કો-બ્રાન્ડેડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા. આજે 17 ઓક્ટોબરે રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે યોજાશે કુલ 260 કાર્યક્રમો નું આયોજન કર્યું છે. PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને આ નવા છાપેલા આયુષ્માન પીવીસી કાર્ડ્સનું વિતરણ કરવા માટે ગુજરાત સરકારે 17 ઓક્ટોબર, 2022ના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કાર્ડનું કરાશે વિતરણ આ દિવસનો કાર્યક્રમ બે સ્તરે આયોજિત કરવામાં આવશે. એક રાજ્ય સ્તરે અને બીજો પ્રત્યેક તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે. સમગ્ર રાજ્યમાં કાર્ડ્સના વિતરણ માટે કુલ 260 કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા 3 લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. ગુજરાતના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે 50 લાખ રંગીન આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. NHA એમ્પેનલ્ડ એજન્સીઓ દ્વારા BIS મોડ્યુલ દ્વારા લાભાર્થીઓનું ઈKYC કર્યા પછી આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details