ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી નદીથી સી-પ્લેનમાં કેવડિયા જશે - Sabarmati river in Ahmedabad

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે, જે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત ઘણું બધું કહી જાય છે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી નદી પર સી પ્લેન દ્વારા આવશે.

પીએમ મોદી
પીએમ મોદી

By

Published : Oct 26, 2020, 12:16 PM IST

Updated : Oct 26, 2020, 4:27 PM IST

  • પીએમ મોદી 30 ઓક્ટોબરના દિવસે ગુજરાત આવશે
  • કેવડિયા કોલોનીમાં સી પ્લેન સર્વિસ અને ક્રુઝ કારવીસનું ઉદ્ઘાટન કરશે
  • નવા IAS અધિકારીઓ સાથે વર્ચુઅલ સંવાદ કરશે
  • દેશને રાષ્ટ્રજોગ સંબોધન કરશે
  • સી પ્લેન મારફતે અમદાવાદ આવશે

ગાંધીનગર : 31 ઓક્ટોબર એકતા દિવસના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાની શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરના દિવસે જ ગુજરાતમાં આવી જશે. આ પ્રવાસના કાર્યક્રમમાં પીએમ મોદી સાબરમતીથી કેવડીયા કોલોની સુધીના સી પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરશે, સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેલા આકર્ષણોના પણ ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદી એક દિવસ પહેલા જ ગુજરાત આવી જશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસને ઉત્તર દિવસ તરીકેની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે પણ એકતા દિવસ છે. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે પરંતુ આ વર્ષે તેઓ 30 ઓક્ટોબરના રોજ એક દિવસ પહેલા જ ગુજરાતમાં આવી જશે. જે રીતની માહિતી પ્રાપ્ત થઇ રહી છે તેને ધ્યાનમાં લઈને પીએમ મોદી સીધા કેવડીયા કોલોની જ ઉતરાણ કરશે અને એક રાત્રી રોકાણ કેવડિયા કોલોની ખાતે જ કરશે.

પીએમ મોદીનો 30 ઓક્ટોબરનો કાર્યક્રમ

બપોરે 3 કલાકે કેવડિયા કોલીની આગમન
જંગલ સફારી પાર્ક તથા ફેરી બોટ (ક્રુઝ) સર્વિસનું ઉદ્ઘાટન
ભારત ભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે.

31 ઓક્ટોબરનો કાર્યક્રમ

સવારે 8 વાગ્યાની આસપાસ આરોગ્ય વનની મુલાકત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદારની પ્રતિમાની ચરણ પૂજા કરશે
રાષ્ટ્ર જોગ પ્રવચન કરશે

આઈએએસ અધિકારી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે ત્યારબાદ તળાવ નંબર ત્રણ પર જશે. ત્યાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી જ સી પ્લેનનું ઉદઘાટન કરીને તેઓ સી પ્લેન મારફતે જ અમદાવાદ આવશે. અમદાવાદ આવીને તેઓ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે. જ્યારે પીએમ મોદી પોતાની માતા હીરા બા ને મળશે કે નહીં તે બાબતે હજુ પણ અસમંજસની પરિસ્થિતિ છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં લઈએ તેઓ માતા હીરા બા ને મળવાનું ટાળે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

Last Updated : Oct 26, 2020, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details