- PMમોદી 16 જુલાઈ કરશે ગાંધીનગર પ્રોજેકટનું લોકાર્પણ
- સ્માર્ટ રેલવે સ્ટેશન, હોટેલ લીલાનું કરશે ઉદ્ઘાટન
- નવી 2 ટ્રેનને પણ આપશે વર્ચ્યુલી લિલી ઝંડી
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર રેલવે સ્ટેશનનું આજે તેઓ વર્ચુઅલી ઉદ્ઘાટન કરશે. રેલવે સ્ટેશનની ઉપર જ ફાઈવ સ્ટાર હોટલ બાંધવામાં આવી છે તેનુ પણ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંજે ચાર કલાકની આસપાસ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ગાંધીનગર થી વારાણસી સુધીના નવા રૂટની ટ્રેન ને પણ લીલી ઝંડી આપશે. રેલવે સ્ટેશન રીડેવલોપમેન્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલું ગાંધીનગર રેલ્વે સ્ટેશનમાં 75 ટકા રાજ્ય સરકાર અને 25 ટકા ખર્ચ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
ગાંધીનગર રેલવે સ્ટેશનની વિશેષતાઓ
ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન છે, જ્યારે આ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ એલિવેટર્સ અને બે પેસ્ટ્રી સર્વે છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. 400 વ્યક્તિથી વધુ લોકો માટેનું વેઇટિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલી એરકન્ડિશન મલ્ટીપર્પસ હોલ, બેબી ફિડિંગ રુમ, અને પ્રાથમિક સારવાર કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે સાથે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Narendra Modi's Father Canteen: વડનગર રેલવે સ્ટેશન પર આ કીટલી આકર્ષણનું કેન્દ્ર બની...
આખું ગુજરાત એક છત નીચે
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ ખૂબ જ મહત્વ છે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કે જે દેશનું સૌપ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત થયું છે. રેલ્વે સ્ટેશનની એક જ છત નીચે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગુજરાતમાં ફરવા લાયક તમામ જગ્યાઓનો ઉલ્લેખ વોલ પેઇન્ટ દ્વારા રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવ્યો છે, તેમા અમદાવાદની સીદી સૈયદની જાળી, એશિયાટિક લાયન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, જેવા ગુજરાતના તમામ ફરવાના સ્થળોનો ઉલ્લેખ છે.
LED લાઈટની થીમમાં ફેરફાર કરવામાં આવશે