ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 10 મી જૂનના રોજ નવસારી (PM Modi visits Navsari) ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ 3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને અંદાજીત 1500 કરોડના વિવિધ વિકાસ (PM Modi visits Gujarat) કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. જ્યારે નવસારી ખાતે અંદાજે 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.
નવસારી હોસ્પિટલ, કોલેજ -નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (Dedication of Hospital in Navsari) કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ થવા જઈ રહ્યું છે. અંદાજીત 1.50 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. મળતી માહિતી મુજબ જેમાં 23 હજાર સ્ક્વેર મીટરમાં મેડિકલ કોલેજ, જ્યારે 65 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ થનારી મેડિકલ કોલેજમાં 4 લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજિટલ સેવાથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજિટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટ્સની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો :PM Modi Gujarat Visit : 10 જૂને સમરસતા સંમેલન ઉપરાંત કયા કયા છે કાર્યક્રમ તે જાણો