ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi 16 જુલાઈએ Gandhinagar Railway Station Hotel અને Science City project નું કરશે લોકાર્પણ - Gandhinagar Railway Station Hotel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi ) ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર સ્ટેશન પર તૈયાર થઇ રહેલ ફાઇવસ્ટાર હોટલ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. લાઈટોથી શણગાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેની હોટેલનું Virtual લોકાર્પણ કરશે.

PM Modi 16 જુલાઈએ Gandhinagar Railway Station Hotel અને Science City project નું કરશે લોકાર્પણ
PM Modi 16 જુલાઈએ Gandhinagar Railway Station Hotel અને Science City project નું કરશે લોકાર્પણ

By

Published : Jul 13, 2021, 9:17 PM IST

Updated : Jul 14, 2021, 8:36 AM IST

  • પીએમ મોદી કરશે Virtual લોકાર્પણ
  • 16 જુલાઇના રોજ PM Modi કરશે બે મહત્ત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ
  • Gandhinagar Railway Station Hotel અને અમદાવાદ Science City projectનું કરશે લોકાર્પણ
  • રાજ્યની રાજકીય ગતિવિધિ બાબતે કરશે ચર્ચા

ગાંધીનગર: મળતી માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન PM Modi 16 જુલાઇના દિવસે બપોરે 4 વાગે ગુજરાતના તેમના બે પ્રકલ્પનું ઓનલાઈન લોકાર્પણ કરશે. રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે 16 જુલાઇના રોજ પીએમ મોદી ગાંધીનગર રેલવેે સ્ટેશન પર તૈયાર થયેલી ફાઇવસ્ટાર હોટલનું ( Gandhinagar Railway Station Hotel )લોકાર્પણ કરશે. જ્યારે હજી સુધી સત્તાવાર રીતે ફિક્સ સમય બહાર પાડવામાં નથી આવ્યો.

ગાંધીનગર રેલવે સ્ટેશનનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેની સેવા આપી રહ્યાં હતાં ત્યારે તેઓએ ગાંધીનગર રેલવેે સ્ટેશન ખાતે એક ફાઈવસ્ટાર હોટલનું Gandhinagar Railway Station Hotel એક સપનું જોયું હતું જે વડાપ્રધાન તરીકે હવે પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશનમાં તૈયાર થયેલી હોટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત વડનગર, વેરઠા , મહેસાણા બ્રોડગેજ રેલ્વે લાઇનનું લોકાર્પણ કરાશે. જ્યારે ગાંધીનગર રેલવેે સ્ટેશન પર તૈયાર થયેલી ફાઇવસ્ટાર હોટલ દેશની પ્રથમ એવી હોટલ છે કે જે રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવી છે.

ફાઇવસ્ટાર હોટલ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને લાઈટોથી શણગાર પણ કરવામાં આવ્યો છે

સાયન્સ સિટી ખાતે પણ એકવેરિયમનું થશે લોકાર્પણ
અમદાવાદ શહેરના સાયન્સ સિટી ( Science City project )ખાતે બનાવવામાં આવેલ એક્વેરિયમનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ સાયન્સ સિટી ખાતે આવીને તૈયાર થયેલ એક્વેરિયમ અને ગાંધીનગર રેલવેે સ્ટેશનની પણ મુલાકાત કરીને કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. હવે તમામ કાર્ય પૂર્ણતાને આરે છે, ત્યારે હવે 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન કાર્યક્રમ દ્વારા ગાંધીનગર રેલવેે સ્ટેશન અને એક્વેરિયમનું લોકાર્પણ કરશે.

સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

મહાત્મા મંદિર (Mahatma mandir), ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂપિયા 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી રૂપિયા 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂપિયા 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે.

આ પણ વાંચોઃ રેલવે લાઇન પર બનેલી ભારતની પ્રથમ હોટલ લીલા લગભગ તૈયાર, વાઇબ્રન્ટ મહોત્સવમાં PM મોદી કરશે લોકાર્પણ

આ પણ વાંચોઃ ઓલિમ્પિક્સમાં અપેક્ષાનો ભાર ન લેશો : વડાપ્રધાન મોદી

Last Updated : Jul 14, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details