ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022 )હવે ગણતરીના મહિનાઓની વાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે મહિનામાં ત્રણ વખતથી વધુ મુલાકાત કરી ચૂક્યા છે. જ્યારે પ્રથમ મુલાકાતમાં અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ મુખ્ય કાર્યાલય કમલમ સુધીનો રોડ શો પણ કર્યો હતો. ત્યારબાદ ભાજપના તમામ આગેવાનો ધારાસભ્યો અને મુખ્ય સંગઠનના પદાધિકારીઓ સાથે બે કલાક જેટલી બેઠક પણ કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ આગેવાનોને કડક સૂચના (PM Modi instruction) આપી હતી કે અત્યારે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે જેથી તમામ લોકોએ સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા (BJP Social Media Strategy )પડશે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો - ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં પ્રચાર ખૂબ જ થયો હતો અને સોશિયલ મીડિયાના પ્રચારથી લોકો સુધી સંદેશ પહોંચ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે જે રીત અપનાવી હતી તે જ રીતથી સોશિયલ મીડિયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેવાની સૂચના (PM Modi instruction)પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ આપી હતી. ત્યારે નામ ન આપવાની શરતે રાજ્યકક્ષાના એક પ્રધાને etv સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષ તરફથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચના (BJP Social Media Strategy )આપવામાં આવી છે. જ્યારે અત્યારના ફાસ્ટ જમાનામાં તમામ લોકો સુધી પહોંચી શકાય તેમ નથી, એટલે જ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ ફોલોવર્સ કરો સાથે જ સરકારની માહિતી કે જાહેરાત છે તે સોશિયલ મીડિયામાં પણ કરવામાં આવે. જેથી લોકો સરળતાથી સમજી શકે અને સરકારની વાત લોકો સુધી સારી રીતે પહોંચી શકે.
પીએમ મોદીની સૂચના બાબતે શું કહ્યું સંચારપ્રધાન દેવુંસિંહ ચૌહાણે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાબતે કેન્દ્રીય રાજ્ય કક્ષાના સંચારપ્રધાન દેવુસિંહ ચૌહાણે (Union Minister of State for Communications Devusinh Chauhan ) etv ભારતના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં ટેક્નોલોજીના સાધનો બદલાય છે. ત્યારે આપણા રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી ખૂબ પરિવર્તન લાવી રહી છે. સમાચાર ક્ષેત્રે પરંપરાગત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાની જેમાં સોશિયલ મીડિયા ટેકનોલોજીના મીડિયા ખૂબ જ અગત્યનું પ્લેટફોર્મ છે, જે સીધું હાથમાં પોતાના સંદેશ, પોતાનું કામ અને પોતાની અપેક્ષાઓ પહોંચાડવાનું સાધન છે. જ્યારે આ કનેક્ટિવિટીને કારણે લોકોના હાથમાં લોકશાહી પહોંચી છે. આ સમયમાં જાહેર જીવનના કાર્યકર્તાઓએ પણ ટેકનોલોજી સાથે પોતાને અપડેટ કરવા જોઈએ અને તેથી જ પીએમ મોદીએ નવા સાધનોનો ઉપયોગ કરીને લોકોની સમસ્યાઓ કઈ રીતે ઉકેલી શકાય અને કરેલું કામ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેનો ઉપયોગ કરવા માટેની સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi instruction)આપી છે.