ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધાર્યા કમલમ્ - Gujarat Assembly Election 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે. ત્યારે તેઓ 5 વર્ષ પછી ગાંધીનગર કમલમ્ આવ્યા (PM Modi at Kamalam) છે. આ પહેલા તે વર્ષ 2017ની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022) અહીં આવ્યા હતા.

PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધારી રહ્યા છે કમલમ્
PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધારી રહ્યા છે કમલમ્

By

Published : Mar 11, 2022, 10:38 AM IST

Updated : Mar 11, 2022, 12:54 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે. તેઓ આ વખતે ગાંધીનગર કમલમ્ (PM Modi at Kamalam) આવ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 વર્ષ પછી કમલમ્ આવ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2017ની ચૂંટણી પહેલા અહીં (Gujarat Assembly Election 2022) આવ્યા હતા.

વડાપ્રધાનના આગમનની તૈયારી

અનેક વખત ગુજરાત પ્રવાસ છતાં 5 વર્ષમાં એક પણ વખત વડાપ્રધાન કમલમ નહતા આવ્યા

અગાઉ વડાપ્રધાન અનેક વખત ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat visit) આવ્યા હતા, પરંતુ કમલમના દ્વાર નથી ચડ્યા. જોકે, હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે તેવામાં વડાપ્રધાન ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022) ગુજરાતના પ્રવાસે પહેલી વખત આવી રહ્યા છે.

આ પણ વાંચો-Assembly Election Result 2022: જનતાએ ભાજપના ઈરાદા અને નીતિ પર મહોર મારી: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2017ની ચૂંટણીમાં કમલમ્ આવ્યા હતા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતે આવ્યા હતા. ત્યારબાદ તેઓ એક પણ વખત કમલમ્ ખાતે આવ્યા નથી અને જ્યારે પણ ગુજરાતમાં આવ્યા ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ હોય, અમદાવાદ સર્કિટ હાઉસ હોય અથવા તો અન્ય જગ્યાએ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરીને ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના જ બાકી છે ત્યારે તેઓ 2017 બાદ પ્રથમ વખત કમલમ (PM Modi at Kamalam) ખાતે આવી રહ્યા છે.

આ પણ વાંચો-PM Modi Gujarat Visit: રૂડા વતનની ધરા પર PM મોદીનું થશે ભવ્ય સ્વાગત, તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ

26 સાંસદો, 112 ધારાસભ્યો અને પ્રભારી સાથે બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) બપોરે 12 વાગ્યે વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યના 26 સાંસદો, 112 ધારાસભ્યો અને પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત પ્રદેશના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે, જેમાં 1.5 વાગ્યાની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે તેવી પણ વાતો સામે આવી રહી છે. જે રીતે 4 રાજ્યમાં ભાજપની વિજય થયો છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં ભાજપનો વિજય સૌથી વધુ બહુમતીથી થાય તે રીતના આયોજન બાબતે પણ હોદ્દેદારોને અવગત કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રથમ પ્રવાસ

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રથમ પ્રવાસ (PM Modi Gujarat visit) યોજાઈ રહ્યો છે એને વિધાનસભા ચૂંટણી થાય તે પહેલા વડાપ્રધાન ગુજરાતમાં 7થી વધુ વખત ગુજરાતની મુલાકાત કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આમ, ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઈને અમુક સમયાંતરે અલગ-અલગ ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ (PM Modi Gujarat visit) યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Last Updated : Mar 11, 2022, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details