PM Modi Gujarat Visit : 10 જૂને સમરસતા સંમેલન ઉપરાંત કયા કયા છે કાર્યક્રમ તે જાણો - ઇસરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit ) આવશે. તેઓ નવસારીના ખૂડવેલ ગામમાં (PM Modi in Navsari ) સમરસતા સંમેલનમાં ( Samrasta Sammelan ) લાખોની જનમેદનીને સંબોધન કરશે. આ ઉપરાંત પણ તેમના કાર્યક્રમ નિયત થયાં છે.
PM Modi Gujarat Visit : 10 જૂને સમરસતા સંમેલન ઉપરાંત કયા કયા છે કાર્યક્રમ તે જાણો
By
Published : Jun 7, 2022, 9:40 PM IST
|
Updated : Jun 8, 2022, 9:31 AM IST
ગાંધીનગર : વર્ષ 2022 એટલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) વરસ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વારંવાર ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 10 જૂનના રોજ ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit )આવશે તેવી જાહેરાત રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે જણાવ્યું હતું કે 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સંમેલનમાં લાખો જનમેદનીને સંબોધન કરશે. જ્યારે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ 10 જૂનની જગ્યાએ 10 જુલાઈએ પીએમ મોદી ગુજરાત આવવાના હોવાની જાહેરાત કરી હતી.
3.45 કલાકે ઇસરો ખાતે IN-SPECE હેડક્વાર્ટસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન
ચીખલી ખાતે મહાસભાનું આયોજન -ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી મતદારો (Adivasi Voters of Gujarat) પર વધુ નજર રાખી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આદિવાસી સમાજના મત મેળવવા માટે હવે ચીખલી ખાતે મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી (PM Modi in Navsari ) જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકોની મેદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન આપશે. જ્યારે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ જેનાથી લોકોને શું લાભ થયો છે તેની વિશિષ્ટ જાણકારી અને જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
અમદાવાદમાં બિલ્ડીંગનું ઉદ્ઘાટન -રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરી હતી કે નવસારી ખાતેના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 45 કલાકે અમદાવાદ (PM Modi Gujarat Visit ) આવશે અને isro ખાતે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરના હેડ ક્વોટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના અને દેશના યુવાઓને નવી તક મળે તેને ધ્યાનમાં લઇને આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આ સેન્ટર isro અને નાસા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ખાનગી સંસ્થા દ્વારા આને સારસંભાળ રાખવામાં આવશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ઇસરો અને અંતરિક્ષ ની બાબતમાં ગુજરાત અને દેશના યુવાઓને વધુ સ્થાન પ્રાપ્ત થાય અને યુવાઓને રોજગાર વધુ મળે તેને ધ્યાનમાં લઇને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે.