ગાંધીનગર- ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણીના ભાજપ તરફી સકારાત્મક પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ઉપર મંડાઈ છે. તે ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવતીકાલે ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit 2022) આવી રહ્યા છે.
એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ PMનું સ્વાગત અને સન્માન કરશે વડાપ્રધાનનો 11 માર્ચનો કાર્યક્રમ ● અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે (PM Modi Gujarat Visit 2022) પહોંચશે. જ્યાં ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ-શો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા (PM Modi Road Show From Airport to Kamlam ) સુધી યોજાશે. આ એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે. આ સમયગાળા દરમિયાન એરપોર્ટથી કોબા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આ રોડ-શોમાં 04 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં વડાપ્રધાન જવાના રૂટ ઉપર ગુજરાત પોલીસ અને સુરક્ષાકર્મીઓના ધામા દેખાઈ રહ્યા છે. તમામ કાર્યક્રમના સ્થળોની નેતાઓ અને અધિકારીઓ જાતે નિરીક્ષણ કરી રહ્યા છે.
● કમલમ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ
સવારે 11.15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે (PM Modi Gujarat Visit 2022)પહોંચશે. જ્યાં તેમના સ્વાગત માટે પ્રદેશ કાર્યાલય ખાતે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. સંપૂર્ણ કાર્યાલયને સેનીટાઇઝ કરી દેવાયું છે. કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. 'દિવ્ય કાશી ભવ્ય કાશી' થીમ પર તેમનું રંગોળીનું પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન અહીં ગુજરાતના 500 જેટલા ધારાસભ્યો, સાંસદો અને ભાજપ અગ્રણીઓ સાથે બેઠક (PM Modi Meet Gujarat BJP Leaders )યોજશે. આ તમામ 500 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. કાર્યાલય હોલની અંદર પ્રવેશ માટે બહાર એક ડિજિટલ કિઓસ્ક મૂકવામાં આવ્યું છે. જેના દ્વારા મુલાકાતીઓ તેમાં એન્ટ્રી કરીને અંદર પ્રવેશ મેળવી શકશે. બપોરે 01 વાગે કમલમ ખાતે બેઠક પતાવીને ભોજન લીધા બાદ તેઓ રાજભવન ખાતે જશે.
'દિવ્ય કાશી ભવ્ય કાશી' થીમ પર તેમનું રંગોળીનું પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Panchayat Maha Sammelan 2022: પંચાયત સંમેલનની પૂર્વ તૈયારીના નિરીક્ષણ અંગે બ્રિજેશ મેરજા સાથે Etv ભારતની ખાસ વાતચીત
● GMDC ખાતે કાર્યક્રમ
રાજભવનથી નીકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 04 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ (PM Modi Gujarat Visit 2022) ખાતે પંચાયતના મહાસંમેલનને સંબોધશે. ગુજરાતભરની પંચાયતોના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સભ્યોની સંખ્યા 1.4 લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો પણ આ સંમેલનમાં (PM Modi at GMDC ) ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે 06 કલાકે રાજભવન પરત ફરીને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાનના આગમનને લઈને ઘણી બઘી તૈયારીઓમાં ભાજપ વ્યસ્ત છે વડાપ્રધાનના 12 માર્ચના કાર્યક્રમ
● રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતેનો કાર્યક્રમ
12 માર્ચના સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવનથી નીકળી ગાંધીનગર જિલ્લામાં આવેલા રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં (PM Modi Gujarat Visit 2022)પહોંચશે. રક્ષાશક્તિ યુનિવર્સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ (PM Narendra Modi at Rakshasakti University) પ્રોજેકટ છે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અહીં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ બપોરે 01 કલાકે રાજભવન પરત ફરશે.
● સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેનો કાર્યક્રમ
સાંજે રાજભાવનથી નીકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 06 કલાકે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ (PM Modi Gujarat Visit 2022)પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતમાં વિખ્યાત ખેલ મહાકુંભના (Khel Mahakumbh 2022) 11માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ખેલ મહાકુંભની શરૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ થઈ હતી. આ ખેલ મહાકુંભમાં 40 લાખ કરતા વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. ત્યારબાદ રાત્રે 08 કલાકે વડાપ્રધાન સ્ટેડિયમથી અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી PM મોદીનો ભવ્ય રોડ શો, ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે
વડાપ્રધાનની મુલાકાતની ફળશ્રુતિ
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022) આવી રહી છે. ત્યારે પ્રત્યક્ષ રીતે વડાપ્રધાન ગુજરાતના લાખો લોકો સાથે જોડાશે. જેનો પ્રભાવ ગુજરાતમાં લાંબા સમય (PM Modi Gujarat Visit 2022)સુધી રહેશે. ઉપરાંત વડાપ્રધાન મોદીના દિલ્હી પરત ફર્યા બાદ પણ ગુજરાત ભાજપ દ્વારા સતત લોકસંપર્કના કાર્યક્રમો કરવામાં આવશે.