ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi At Vidya Samiksha Kendra : વડાપ્રધાન મોદીએ આજે “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત કરી, શિક્ષકો સાથે કર્યો સંવાદ - સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે (PM Modi Gujarat Visit 2022 ) આવી પહોંચતાં જ સૌથી પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રના (PM Modi At Vidya Samiksha Kendra ) કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત બાબતે વધુ વિગતો જાણવા વાંચો અહેવાલ.

PM Modi At Vidya Samiksha Kendra : પીએમે વૈશ્વિક કક્ષાના દેશના પ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”માં ગાળ્યાં, શી સમીક્ષા કરી જાણો
PM Modi At Vidya Samiksha Kendra : પીએમે વૈશ્વિક કક્ષાના દેશના પ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”માં ગાળ્યાં, શી સમીક્ષા કરી જાણો

By

Published : Apr 18, 2022, 9:23 PM IST

Updated : Apr 18, 2022, 9:55 PM IST

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit 2022 ) આજે ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ (Real time online monitoring)-વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રથમવાર રૂબરૂ મુલાકાત (PM Modi At Vidya Samiksha Kendra ) લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પ્રવેશે ત્યારે જ મહત્વ મહર્ષિ વેદવ્યાસની પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગરના બોરીજ પ્રાથમિક શાળાની 5 વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાતમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિક્ષણની કામગીરી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી બાબતે માહિતગાર કર્યા હતાં. શિડયુલ પ્રમાણે પીએમ મોદી 1 કલાક જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહેવાના હતાં પણ 2 કલાક જેટલો સમય કેન્દ્રમાં પસાર કર્યો હતો.

સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન

શિક્ષણની તમામ માહિતી આંગળીના ટેરવે - વૈશ્વિકકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરીની સમગ્રતયા વિગતો આપતા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવિઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51 ટકા જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. જેના ભાગરૂપે પ્રથમવાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર શાળા પ્રવેશોત્સવ 2.0

શિક્ષકોની કામગીરીનું લાઈવ મોનીટરીંગ - આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી (Live monitoring of teachers performance) ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી એક વર્ષમાં 80 ટકાથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26 ટકા અને શિક્ષકોની સંખ્યામાં 9 ટકાનો વધારો જોવા મળ્યો એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે. જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે (PM Modi talk to Parents and students )ચર્ચા પણ કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિક્ષણની કામગીરી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી બાબતે માહિતગાર કર્યા

શાળા પ્રવેશોત્સવનું પ્રેઝન્ટેશન- વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર શાળા પ્રવેશોત્સવ 2.0 (Presentation of school entrance ceremony) અંતર્ગત ‘એનરોલમેન્ટ ટુ એટેન્ડન્સ’ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું પરંતુ હવે તેને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને વર્ષ 2019-20માં 100.3 ટકા, 2020-21માં 100.1 ટકા અને વર્ષ 2021-22માં 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિક્ષણની કામગીરી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી બાબતે માહિતગાર કર્યા

આ પણ વાંચોઃ PM Modi Jamnagar visit: PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટર કરાયા નજર કેદ...જાણો કેમ?

પરીક્ષાનું મોનીટરીંગ- આ ઉપરાંત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીના આયોજનથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ કસોટીઓ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (New National Education Policy ) સૂચવ્યા મુજબના લર્નિંગ આઉટકમ આધારિત હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તૈયાર કરીને 15 કરોડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના ડેટા પણ તૈયાર કરવામાં આવ્યા છે અને કયો વિદ્યાર્થી કયા વિષયમાં વધુ મહેનતની જરૂર છે તે અંગે પણ ખાસ રિપોર્ટર વિદ્યા પરીક્ષા કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. આ સિવાય રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ મોનીટરીંગ એપ્લિકેશન દ્વારા સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20 ટકા જેવો વધારો જોવા મળ્યો છે.

કોરોનામાં કરેલી કામગીરીની માહિતી આપી- શિક્ષણ વિભાગ દ્વારા નવતર પહેલરૂપી હોમ લર્નિંગના ભાગરૂપે કોવિડના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા મારફતે આશરે 8 કરોડ વ્યૂ સાથેની યૂ ટ્યુબ ચેનલ, 10 કરોડ કલાકનું ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે. દીક્ષા પોર્ટલ પર સતત પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોની વ્યૂઅરશીપમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે તે આપણા માટે ગૌરવ સમાન છે. આ સિવાય શાળાઓના મુખ્ય શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા તથા સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર (School administration software) તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે. જેથી મુખ્ય શિક્ષકોનો સમય હવે બાળકોના વધુ સારા અભ્યાસમાં મદદરૂપ બનશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ વિભાગના તમામ ઇન્ટરવેન્શન્સ માટે નર્વ સેન્ટર તરીકે કાર્યરત છે.

આ પણ વાંચોઃ Pm Modi Gujarat Visits Live Update : વડાપ્રધાન મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

સમગ્ર દેશમાં ગુજરાત પાસે જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર- દેશના અન્ય રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના શિક્ષણ વિભાગના સચિવની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ બધાં જ રાજ્યો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી (PM Modi At Vidya Samiksha Kendra ) પ્રેરણા લઈ તેમના રાજ્યમાં આજ પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપવાની દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા છે. જય સમગ્ર દેશમાં ગુજરાત પાસે જ અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે.

કોણ રહ્યું હાજર- વડાપ્રધાનની વિદ્યા સમીક્ષા કેન્દ્રની (PM Modi At Vidya Samiksha Kendra ) મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત શિક્ષણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ, રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અને મુખ્ય સચિવ પંકજકુમાર સહિત શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થીઓ વાલીઓ અને ગામના આગેવાનો વિડિઓ કોંફરન્સના માધ્યમથી વાત (PM Modi talk to Parents and students )કરી શિક્ષણની સમીક્ષા કરી હતી.

Last Updated : Apr 18, 2022, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details