- રાજ્ય સરકારનું આયોજન, તમામ જિલ્લામાં થશે 18+ વયનું વેકસીનેશન
- અત્યારે ફક્ત 10 જ જિલ્લામાં છે વેકસીનેશન
- ટૂંકસમયમાં રાજ્ય સરકાર કરશે જાહેરાત
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર એપ્રિલ અને મે મહિનામાં સામે આવ્યો છે ત્યારે કોરોનાનો કહેર ઓછો થાય તે માટે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 1મેથી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોનેે વેક્સીન આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે શરૂઆતમાં જે 10 જિલ્લાઓમાં કોરોનાનો વધુ ઉછાળો હતો, ત્યાં જ વેક્સીન આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જૂન મહિનાથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયની વ્યક્તિઓને વેક્સીન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હવે તમામ જિલ્લામાં વેકસીનેશન
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયના નાગરિકોને રસીકરણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં જે રીતે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગ,ર બરોડા, મહેસાણા જેવા શહેરોમાં અને જિલ્લાઓમાં કે સતત કેસ વધી રહ્યાં હતાં ત્યારે રાજ્ય સરકારે 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓને રસી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે જે રીતે કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ વ્યક્તિઓને વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત