ગાંધીનગર : ગુજરાતમાં પોલીસની ખાલી જગ્યા પર ગૃહ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં LRDની પ્રેક્ટિકલ પરીક્ષા (LRD exam 2022) બાદ હવે 10 એપ્રિલના દિવસે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે ભરતી બોર્ડ(GSSSB)ના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, LRDની લેખિત પરીક્ષા બાબતે તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને તમામ કેન્દ્રો ઉપર મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષાનું આયોજન 954 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel on LRD exam) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાર શહેરો એટલે કે, અમદાવાદ ગાંધીનગર સુરત, વડોદરામાં 954 કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલે બપોરે 12થી 2 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે અને 10 તારીખની લેખિત પરીક્ષામાં કુલ 2.95 લાખ ઉમેદવારો લેખીત પરીક્ષા આપશે.
પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન
જે રીતે વન રક્ષકનું પેપર ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું (Rajkot Paper Leak) હતું અને ચોરીની ઘટના સામે આવી હતી. તેવું 10 એપ્રિલની પોલીસની પરીક્ષામાં આવી ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ બધી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે અમારી પ્રાથમિકતા છે. તે માટે તમામ પ્રકારના સિક્યુરિટીના પગલા લેવામાં આવ્યા છે અને પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન સાથે કોઇપણ ઉમેદવારને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
10 મિનિટ પહેલા આપવામાં આવશે OMRC શીટ
12 કલાકે પ્રશ્નપત્ર શરૂ કરવામાં આવશે તેના પહેલા 10 મીનીટ અગાઉ ઉમેદવારોને OMR સીટ આપી દેવામાં આવશે. જેથી કોઈપણ ઉમેદવારોને સમયની ઘટ પડે નહીં અને તમામ પ્રાથમિક વિગતો જેમાં સીટ નંબર, બેઠક નંબર તમામ પ્રકારની માહિતી કોઈ માર્કેટમાં ભરાઈ જાય તે માટે દસ મિનિટ વધારાની ફાળવવામાં આવી છે. આમ દસ મિનિટ પહેલા તમામ ઉમેદવારોને OMR શીટ આપી દેવામાં આવશે.
આ પણ વાંચો:LRD Exam 2022: LRD પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થા રહેશે, દરેક સેન્ટર પર PI નો રહેશે બંદોબસ્ત
11 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ હાજર થવું પડશે
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાના દિવસે તમામ ઉમેદવારોએ 11 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રો ઉપર હાજર થઈ જવું પડશે. આમ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30થી ૧૧ દરમિયાન હાજર રહેવું પડશે અને ત્યારબાદ તમામ ઉમેદવારોના બાયોમેટ્રિક કરવામાં આવશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે ખાસ એક રૂમમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારની ગેરરીતી થઈ શકે નહીં જ્યારે પરીક્ષા કેન્દ્ર અંદર કોઈપણ વ્યક્તિ કે જે પરિક્ષા ઉમેદવાર હોય પરીક્ષા વર્ગખંડમાં હોય શાળાના આચાર્ય અને હાજર રહેલા અધિકારીઓને પણ મોબાઈલ ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું
સામાજિક સંસ્થાઓ મદદે
સમગ્ર રાજ્યમાંથી 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે, ત્યારે એક દિવસ અગાઉ આવું પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે જેમાં સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને આગલા દિવસે ભોજન અને રોકાણનું આયોજન પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આમ કોઇપણ ઉમેદવારને તકલીફ ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, જ્યારે આ તમામ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.