- પીએમ મોદીની ડ્રીમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ફરી વિવાદમાં
- પીએચડી ઉમેદવાર અને અધિકારી વચ્ચે થઈ મારામારી
- એડમિશન મુદ્દે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મારામારી થઇ
- તમે કોટવાળા છો કહેતાં જ અધિકારી ગુસ્સે ભરાયા
ગાંધીનગર : પીએચડી માટે એડમિશનની અરજી (PhD admission 2021 in Gujarat ) કરનારા દિનેશ આહીરે ETV Bharat ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મેં પીએચડી માટે ફોર્મ ભર્યું હતું. મારી સાથે બીજી 2 મહિલાઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે યુનિવર્સિટીમાં પૂછપરછ કરવા પહોંચ્યાં હતાં અને હાજર રહેલા અધિકારી સાથે શરૂઆતમાં વાતચીત કરી હતી. ત્યારબાદ અમે જણાવ્યું હતું કે અમે ગરીબ છીએ અને તમે શૂટવાળા છો અને અધિકારીને શૂટવાળા કહેતા જ અધિકારી ગુસ્સે ભરાયાં હતાં અને તાત્કાલિક ધોરણે તેઓએ હુમલો ( Clash between a PhD candidate and a Children's University official ) કર્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઉપરાંત સમગ્ર ઘટના બની ત્યારે એક મહિલા કર્મચારી પોતાના ચેમ્બરમાં હતાં તેઓ પણ બહાર આવીને તેમની છેડતી કરી હોવાનો આક્ષેપ કરીને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી હતી.આમ આ યુનિવર્સિટી વધુ એક વિવાદમાં ( PhD controversy in Children's university ) સપડાઇ છે.
વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં નાપાસ : ચિલ્ડ્રન યુનિવર્સિટી
ચિલ્ડ્રન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર (Registrar of Children's University) ડોક્ટર અશોક પ્રજાપતિએ સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ કરતાં જણાવ્યું હતું કે ગઈ કાલે જે ઘટના બની છે ( PhD controversy in Children's university ) તે સદંતર ખોટી છે. જ્યારે જે તે વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો છે અને તેની સાથે આગળ દિવસે મારી પણ વાત થઈ હતી. તેની રજૂઆત હતી તે લેખિતમાં આપવી જોઈએ, જે આજદિન સુધી તેમને મળી નથી. યુનિવર્સિટીમાં આવીને ચાલુ પરીક્ષામાં જઈને હલ્લાબોલ કર્યો. વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવા જ્યાં દરેક સ્ટાફ બેસે ત્યાં બહેનો સાથે અભદ્ર વાત કરવી તે શૈક્ષણિક સંસ્થામાં શોભે નહીં. આ વિદ્યાર્થીએ જો પોતાને અન્યાય થયો હોય ( Clash between a PhD candidate and a Children's University official ) તો રજૂઆત આપવી જોઈએ. સંપૂર્ણ પીએચ.ડી પ્રવેશ પ્રક્રિયા પારદર્શક રીતે યુનિવર્સિટીના નિયમો અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અનુસાર થયા છે. જે સુધારા થયા છે તે સુધારાને આધીન જ તે વિદ્યાર્થી લાયકાત ધરાવતાં ન હતાં છતાં પણ આ રીતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આવીને હલ્લાબોલ કરવાનો તેનો સ્વભાવ રહ્યો છે.