- પેટ્રોલ ડીઝલ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન
- રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા નહીં થાય તેવો જવાબ
- કેન્દ્ર સરકારે બજેટમાં સેસ વધાર્યો છે પણ જનતા પર બોજો નથી
- સૌર ઊર્જાનો વધુ ઉપયોગ કરવાની નીતિન પટેલની સલાહ
પેટ્રોલ ડીઝલ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન
ગાંધીનગરઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ કંપની ઉત્પાદન કરે છે. તેઓ તેમની મશીનરી પણ પેટ્રોલ અને ડીઝલના માધ્યમથી ચલાવે છે, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પ્રમાણે જ પેટ્રોલિયમ કંપનીઓ પણ ઊર્જાનો ઉપયોગ કરીને પેટ્રોલિયમ કંપનીનો શેડ અને મશીનરી પેટ્રોલ-ડીઝલની બદલે સૌર ઊર્જાથી ચલાવે તો પેટ્રોલ-ડીઝલની ખપત વધારી શકાય છે.
રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવે સેન્ચુરી ફટકારી
રાજસ્થાનમાં તો પેટ્રોલના ભાવે સેન્ચુરી ફટકારી છે એટલે કે રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ રૂ. 100એ પહોંચ્યો છે. વર્તમાન સમયમાં તમામ લોકોને પેટ્રોલ ભાવ વધી રહ્યો છે. તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ભાવમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહીં થાય તે બાબતે પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે આડકતરો ઈશારો કર્યો હતો.
ગુજરાતમાં ઈ-વાહનો વધે તે અંગે સરકાર બનાવશે એક્શન પ્લાન
કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને વધુમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં પણ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધુ થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે બાબતે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ એકશન પ્લાન પણ તૈયાર કરશે તેવી પણ વાતો સામે આવી રહી છે. આમ, પેટ્રોલ-ડીઝલના વાહનોનો ઓપ્શન તરીકે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ થાય તે બાબતનો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો તરફથી મળતી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.