ગુજરાત

gujarat

જન્માષ્ટમીના પર્વ પર ગાયોને મુક્ત કરવા માટે સરકારને અરજી

જન્માષ્ટમીના પર્વને લઈને રાજ્યના મુખ્યપ્રધાનને આજના દિવસે ગાયોને મુક્તિ અપાવવાની અરજી કરી છે. જન્માષ્ટમીના તહેવાર સાથે ગાયોનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે અરજી આપવામાં આવી છે. Janmashtami 2022 Janmashtami Festival 2022 Krishna Janmashtami Gifts and Puja Items Krishna Janmotsav In happy janmashtami Petition for exemption of cows

By

Published : Aug 19, 2022, 10:49 AM IST

Published : Aug 19, 2022, 10:49 AM IST

ETV Bharat / city

જન્માષ્ટમીના પર્વ પર ગાયોને મુક્ત કરવા માટે સરકારને અરજી

જન્માષ્ટમીના પર્વ પર ગાયોને મુક્ત કરવા માટે સરકારને અરજી
જન્માષ્ટમીના પર્વ પર ગાયોને મુક્ત કરવા માટે સરકારને અરજી

ગાંધીનગર : સમગ્ર ભારત વર્ષમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ (Janmashtami 2022) શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમદાવાદના એક મંડળ દ્વારા સમગ્ર રાજ્યની તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાની પાંજરાપોળમાં જે ગાયોને પકડવામાં આવી છે. તે તમામ ગાયોને એક દિવસ માટે મુક્તિ આપવામાં (Petition for exemption of cows) આવે તેવી અરજી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા નીતિન પટેલને રખડતી ગાય અડફેટમાં દીધા હતા. ત્યારે ક્રાંતિ સંગઠન દ્વારા આજના દિવસે ગાયોને મુક્તિ આપવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે.

જન્માષ્ટમીના પર્વ પર ગાયોને મુક્ત કરવા માટે સરકારને અરજી

એક દિવસ ગાયોને મુક્ત કરવામાં આવેક્રાંતિ સંગઠનના આગેવાન બળદેવભાઈએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યની નગરપાલિકા, તાલુકા, પંચાયત અને જિલ્લા પંચાયતની પાંજરાપોળમાં જે ગાયોને પકડીને પૂરવામાં આવી છે. તે તમામ ગાયોને એક દિવસ માટે મુક્ત કરવામાંઆવે કારણ કે જન્માષ્ટમીના તહેવાર સાથે ગાયોનું પણ ખૂબ જ મહત્વ હોય છે. સાથે જ દેશ અને વિશ્વમાં તમામ લોકોને જીવવાનો અધિકાર છે, ત્યારે પશુઓને પણ જીવવાનો અધિકાર છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફક્ત 24 કલાક માટે આ તમામ ગાળાને મુક્ત કરવા આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્ર

આ પણ વાંચોબે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ

રખડતી ગાયે નીતિન પટેલને લીધા હતા અડફેટેઉલ્લેખનીય છે કે, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રખડતી ગાય અડફેટમાં દીધા હતા જેને સામાન્ય ઇજા પહોંચી હતી, ત્યારે તેઓને સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે આ સમયે બાદ ક્રાંતિ સંગઠન દ્વારા રાજ્ય સરકારને 24 કલાક માટે ગાય છોડવાનો આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પરંતુ નીતિન પટેલને અડફેટે લીધા બાદ સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટેની પણ સૂચના આપી છે. આ નિર્ણય કેટલો યોગ્ય રહેશે અને સરકાર આ બાબતે કયો નિર્ણય કરશે તે જોવું રહ્યું ?

આ પણ વાંચોJanmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો

કેબિનેટ બેઠકમાં આપી સૂચના કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રખડતા ઢોરો બાબતે અધિકારીઓને કડક સૂચના આપી હોવાની પણ વાત સામે આવી રહી છે. જ્યારે આગામી સાત દિવસની અંદર રાજ્ય સરકાર પ્રખરતા ઢોરો બાબતે વધુ કડક નિયમ કરે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વિધાનસભા ગ્રુપમાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ માલધારી સમાજના દબાણના કારણે આ કાયદાના અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે, ત્યારે હવે સરકાર કેવા આકરા પગલાં લેશે તે જોવું રહ્યું ? Janmashtami 2022 Janmashtami Festival 2022 Krishna Janmashtami Puja Items Krishna Janmotsav In happy janmashtami Petition for exemption of cows

ABOUT THE AUTHOR

...view details