- PSIના વિરોધમાં બપોર સુધી પેથાપુર બજાર બંધ રહી
- ગઈ કાલે ગ્રામજનો અને પોલીસ આમને સામને આવ્યા હતા
- રૂટ નક્કી કરવા છતાં પરવાનગી આપવામાં આવી નહોતી
ગાંધીનગર : પેથાપુરની રથયાત્રા સમિતિએ જણાવ્યું હતું કે, PSI દ્વારા રથયાત્રાના રૂટ નક્કી કરવા છતાં પરવાનગી આપવામાં આવી નહોતી. આથી, પેથાપુર ગામના લોકોએ PSI વિરુદ્ધ રોષ ઠાલવતા સોમવારે શહેરની તમામ બજારો બંધ કરવાનું નક્કી કર્યું હતું. રથયાત્રા સમિતિનું જણાવ્યું હતું કે, અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે, જે હેતુથી આ વિરોધના પગલે વેપારીઓએ પેથાપુરની બજારો બંધ રાખી છે.
આ પણ વાંચો:અંબાજી ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રાની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ
PSIના વિરોધમાં પેથાપુર બજાર સજ્જડ બંધ
PSI વી.બી પરમાર દ્વારા જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવતા સોશિયલ મીડિયામાં મેસેજ મૂકી વાયરલ કરવામાં આવ્યા હતા .જેના ભાગરૂપે પેથાપુર બજાર સજ્જડ બંધ રાખી PSI પરમારની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમિતિએ જણાવ્યું હતું કે, PSIએ રથયાત્રા કાઢવાની મંજૂરી આપી ન હતી અને 25 વર્ષથી ઉજવાતી પેથાપુરમાં રથયાત્રાની પરંપરા આખરે તૂટી હતી. આથી, મંદિરના પ્રાંગણમાં જ આરતી કરી રથયાત્રા ઉજવામાં આવી હતી.
આ પણ વાંચો:Jai Jagannath:ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈને અંગ્રેજો પણ થયા હતા આશ્ચર્યચકિત
રથયાત્રા ન કાઢવા દેતા લોકોમાં રોષ
પોલીસ અને ગ્રામજનો સોમવારના રોજ સામસામે આવી ગયા હતા. તેમજ ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પણ PSI પરમારની કાર્ય પ્રણાલિનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ગઈ કાલે સોમવારે રથયાત્રા ન કાઢવા દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પેથાપુરના PSI સામે સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળ્યો હતો.