ગુજરાત

gujarat

ETV Bharat / city

પેથાપુર જુગારકાંડ: 2 પોલીસકર્મી સસ્પેન્ડ, 1ની ધરપકડ બાદ તપાસ શરૂ - ક્રાઈમ

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ઉનાવા ગામની સીમમાં જુગાર રમાડનાર બંને પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

પેથાપુર જુગારકાંડ : બે પોલીસકર્મી સસ્પેન્ડ, એકની ધરપકડ, ત્રીજા પોલીસકર્મીની સામે તપાસ
પેથાપુર જુગારકાંડ : બે પોલીસકર્મી સસ્પેન્ડ, એકની ધરપકડ, ત્રીજા પોલીસકર્મીની સામે તપાસ

By

Published : Jul 20, 2020, 1:16 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉનાવા ગામ ખાતે ચાલતાં જુગારખાનાં પર ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ઉનાવા ગામની સીમ ખાતે પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ ડાભીના તબેલાની બાજુમાં આવેલ ઓરડીમાં કે.સી.પટેલ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાડતાં હતાં. પોલીસે રેડ પાડતા આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં.

પેથાપુર જુગારકાંડ : બે પોલીસકર્મી સસ્પેન્ડ, એકની ધરપકડ, ત્રીજા પોલીસકર્મીની સામે તપાસ

જુગારના અડ્ડા ચલાવવામાં મદદ કરનાર પોલીસના જ કર્મચારી પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયપાલસિંહ રાઠોડ અને ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ઘનશ્યામસિંહ વાઘેલાને ગાંધીનગર પોલીસ દ્વારા વોન્ટેડ હતાં, ત્યારે જિલ્લા પોલીસ વડાએ જુગારખાનાંમાં સામેલ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે પોલીસકર્મી ઉપરાંત માણસા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવી રહી છે. જેને લઈને તપાસના આદેશ છોડાયાં છે.
જુગાર રમાડવાના એક દિવસના 15 હજાર લેવાતા હતાં?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર પોલીસબેડામાં ચર્ચા સાંભળવા મળી રહી છે કે, આ વિસ્તારમાં જુગાર રમવા માટે પોલીસકર્મીઓ દ્વારા 15 હજાર રૂપિયા એક દિવસના લેવામાં આવતાં હતાં.

જુગારખાના ઉપરથી માત્ર 60 હજારનો રોકડ અને મુદ્દામાલ ઝડપાયો હતો
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની જુગારના અડ્ડા પર રેઇડમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી કુલ 22708 તથા મળી આવેલ રોકડા 10500 મળીને કુલ 33200ની રોકડ તથા 9 જેટલા મોબાઇલ પ્લાસ્ટિકના 58 નંગ સાથે કુલ 62,670નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details