ગાંધીનગર : ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી કુલ 1,564 લોકોનો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે સૌથી વધુ રાજકોટ શહેરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરેલા લોકોને જિલ્લાની પ્રાથમિક શાળા, કોમ્યુનિટી હોલ આશ્રયસ્થાન, સરકારી મકાનોમાં અથવા તો કચેરીમાં રાખવામાં આવ્યા છે.
- રાજકોટ શહેરમાંથી 965 લોકોનું સ્થળાંતર
- અમદાવાદ જિલ્લાના માંડલમાંથી 200 લોકોનું સ્થળાંતર
- ગાંધીનગરનાં માણસામાંથી 60 લોકોનું સ્થળાંતર
- મહેસાણા શહેર અને બેચરાજીથી અનુક્રમે 102 અને 90 લોકોનું સ્થળાંતર
- સાબરકાંઠાના તલોદમાંથી 15 લોકોનું સ્થળાંતરરાજકોટના ધોરાજીમાંથી 110 લોકોનું સ્થળાંતર