ગાંધીનગર : સમગ્ર દેશમાં ગુજરાત સરકારને છોડીને તમામ રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને જે તે રાજ્ય સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે. સમગ્ર દેશના 28 રાજ્યોમાંથી ફક્ત એક ગુજરાતમાં જ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી. ત્યારે આજે ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્યોની 48મી કારોબારી બેઠક (Former MLAs Council Meeting)યોજાઇ હતી. જેમાં ગુજરાત સરકાર આવનારા દિવસોમાં પૂર્વ ધારાસભ્ય કે જરૂરિયાતમંદ ધારાસભ્યો છે. તેમને મહિને 21,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે તેવી માંગ (Pension Demand for Former MLA) કરવામાં આવી છે.
રાજ્ય સરકારને વાર્ષિક ફક્ત 10 કરોડ રૂપિયાનો જ વધારાનો બોજો પડે સી.આર.પાટીલ સહિત સરકારમાં કરવામાં આવી રજૂઆત - પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના પ્રમુખ બાબુ મેઘજી શાહે (Ex-MLA Council President Babu Meghji Shah )જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે તેવી માંગ (Pension Demand for Former MLA) કરવામાં આવી છે. આ બાબતે ભાજપ પ્રદેશપ્રમુખ સી આર પાટીલ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને પણ લેખિતમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો અને અનેક ધારાસભ્યોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં 40 લોકોના હકારાત્મક જવાબ પણ પ્રાપ્ત થયા છે. આ રજૂઆતમાં અમે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં પૂર્વ ધારાસભ્ય અને કેટલું પેન્શન પ્રાપ્ત થાય છે તેની પણ માહિતી આપી છે.
આ પણ વાંચોઃ જયનારાયણ વ્યાસની ચળવળને જૂનાગઢના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યનું સમર્થન
જો સરકાર પેન્શન જાહેર કરે તો 10 કરોડનો બોજો - પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના પ્રમુખ બાબુ મેઘજી શાહે જણાવ્યું હતું કે ઓછામાં ઓછું 20થી 21,000 રૂપિયા સુધીનું પૂર્વ ધારાસભ્ય પેન્શન મળવું જોઈએ. જેથી રાજ્ય સરકારને વાર્ષિક ફક્ત 10 કરોડ રૂપિયાનો જ વધારાનો બોજો પડે છે. હાલ 350 જેટલા પૂર્વ ધારાસભ્યનું લિસ્ટ અમારી પાસે તૈયાર છે, જેમાંથી 37 જેટલા ધારાસભ્યનું મૃત્યુ થયું છે. પૂર્વ ધારાસભ્યના મેડિકલ ખર્ચાના બિલ પણ રાજ્ય સરકાર દ્વારા પુરા પાસ કરવામાં આવતા નથી. જ્યારે અત્યારના ધારાસભ્યોને લીલાલહેર છે. પૂર્વ ધારાસભ્યની પરિસ્થિતિ કફોડી થતી જઈ રહી હોવાનું નિવેદન પણ બાબુ મેઘજી શાહે કર્યું હતું.
મહિને 21,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે તેવી માંગ આ પણ વાંચોઃ ભાજપના રાજમાં હવે પૂર્વ ધારાસભ્યો પણ પેન્શન મેળવવા ધરણા કરશે
અમરસિંહ સોલંકીની સરકારમાં પેન્શનનો થયો હતો ઠરાવ - જ્યારે જૂની સરકારમાં પેન્શનની કામગીરી બાબતે રાજ્યના પૂર્વ પ્રધાન ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમરસિંહ સોલંકીની સરકાર જવાની તૈયારીમાં હતી તે સમયે વિધાનસભામાં ઠરાવ કરીને પ્રથમ ગામમાં 300 રૂપિયા અને બીજી ટર્મના 600 રૂપિયા સભ્યો માટે નક્કી કરવામાં (Resolution of pension to former MLA in Gujarat Assembly) આવ્યા હતાં. જોકે સરકાર અને બાદમાં ભાજપ સરકાર આવી અને સૌ કોઈ ઇતિહાસ અત્યારે જાણે છે. હવે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પ્રકારનો નિર્ણય આવ્યો નથી. દરેક બજેટ સત્ર વખતે અમારું પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાન અને સરકારને રજૂઆત કરે છે પરંતુ કોઈ પણ નિરાકરણ આવતું નથી.
અત્યારે બસ કંડકટર પણ અમારા સાહેબ - રાજ્યના પૂર્વ પ્રધાન ભીખાભાઈ રબારીએ પોતાની આપવીતી જણાવતા નિવેદન આપ્યું હતું કે પૂર્વ ધારાસભ્યની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જ્યારે અત્યારે બસ કંડકટરને પણ અમારે સાહેબ કહેવાની પરિસ્થિતિ આવી છે. બસમાં પણ અમને જે કાર્ડ આપવામાં આવ્યા છે તે ચાલતા ન હતાં. અમારી કરુણ હાલત હતી. વોલ્વો બસમાં પણ અમારા કાર્ડ ચાલતાં ન હતાં. ત્યારે બધા વચ્ચે અમારી બદનામી થતી હતી. જ્યારે અમારી હવે કોઈ અપેક્ષા નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે તેવી માંગ (Pension Demand for Former MLA) કરવામાં આવી છે.