ગુજરાત

gujarat

ETV Bharat / city

Penalties For Stray Cattle In Gandhinagar: ગાંધીનગરના રસ્તા પરથી હાથી પકડાશે તો થશે આટલો દંડ, રખડતા ઢોરના દંડમાં કરાયો વધારો - ગાંધીનગરમાં અકસ્માતો

ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં રખડતા ઢોર માટેનો દંડ (Penalties For Stray Cattle In Gandhinagar) વધારવામાં આવ્યો છે. બીજી વાર હાથી પકડાશે તો 22 હજાર અને ગાય ભેંસ બળદ પકડાશે તો 7 હજારનો દંડ વસૂલવામાં આવશે. ત્રીજીવારમાં ઢોરને પાંજરાપોળ મુકવામાં આવશે.

ગાંધીનગરમાં રખડતા ઢોરનો દંડ વધારવામાં આવ્યો, હાથી પકડાય તો 22 હજારનો દંડ
ગાંધીનગરમાં રખડતા ઢોરનો દંડ વધારવામાં આવ્યો, હાથી પકડાય તો 22 હજારનો દંડ

By

Published : Apr 21, 2022, 3:49 PM IST

Updated : Apr 21, 2022, 5:16 PM IST

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં (Gandhinagar Municipal Corporation) આજે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં 17 જેટલા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર શહેરમાંરખડતાં ઢોરો (Stary Cattle In Gandhinagar)ને ધ્યાનમાં લઈને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડ (Penalties For Stray Cattle In Gandhinagar)ની નવી જોગવાઈ કરવામાં આવી છે. જો 2 વખત કરતા વધુ એટલે કે ત્રીજી વખત રખડતા ઢોર ગાંધીનગરના મુખ્ય માર્ગો પર જોવા મળશે તો તેવા ઢોરોને કાયમી ધોરણે પાંજરાપોળ (panjrapole in gandhinagar) ખાતે મોકલવાનો નિર્ણય પણ સામાન્ય સભામાં કરવામાં આવ્યો છે.

ત્રીજી વખત રખડતા ઢોર ગાંધીનગરના મુખ્ય માર્ગો પર જોવા મળશે તો પાંજરાપોળ મોકલવામાં આવશે.

નાણાકીય દંડની જોગવાઇ-ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશ્નર (Gandhinagar Municipal Corporation)ની નવી જોગવાઈ માટેની દરખાસ્ત મૂકી હતી. જેમાં ગાય, ભેંસ, બળદ, હાથી, ઊંટ, ઘોડા, ઘેટાં, બકરાં, પાડી, નાના વાછરડા અને ભૂંડ જેવા જનાવરો ગાંધીનગર શહેરના જાહેર રસ્તા ઉપર જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાણાકીય દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

પ્રથમ વખત પકડાય ત્યારે દંડ-ગાય, ભેંસ અને બળદ જો પ્રથમ વખત જાહેર રસ્તા ઉપર પ્રથમ વખત રખડતા જોવા મળશે તો 4 હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. હાથી માટે 12,000, ઊંટ માટે 4,000, ગાય, ભેંસ અને બળદ માટે 4,000, ઘોડા 4,000, ઘેટાં-બકરા 1,200, ગધેડા 1,600, પાડા-પાડી 2,600, નાના વાછરડા 1,600 અને ભૂંડ 1,400.

આ પણ વાંચો:Cattle Control Bill રદ કરો નહીં તો આવીશું ગાંધીનગર, અમદાવાદમાં માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની સરકારને ચીમકી

બીજી વખત પકડાયેલા પશુઓ માટે દંડની જોગવાઈ-હાથી માટે 22,000, ઊંટ માટે 7,000, ગાય, ભેંસ અને બળદ માટે 7,000, ઘોડા માટે 7,000, ઘેટાં-બકરા માટે 2,200, ગધેડા માટે 2,600, પાડા-પાડી માટે 4,600, નાના વાછરડા માટે 2,600 અને ભૂંડ માટે 2,400 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ત્રીજી વખતમાં ઢોર પાંજરાપોળ ભેગા કરાશે-ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં રખડતા ઢોરો (stray cattle in gujarat) બાબતની જોગવાઈઓ અને નવા દંડ અને અમલવારી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો ઢોર બીજી વખત પકડાય તો ફક્ત નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જો ત્રીજી વખત ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો જેવા કે એકથી સાત નંબરના રોડ ઉપરાંત કથી જ રોડ પરથી પકડવામાં આવેલા પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે.

નીલગાયને લઇને બેઠક કરવામાં આવશે- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાય, ભેંસ, ભૂંડ, ગધેડા, ઘોડા, ઘેટાં, બકરાં કરતા નીલગાય સૌથી વધુ રખડતા જોવા મળે છે અને મોટા અકસ્માતો (Accidents In Gandhinagar) પણ નીપજે છે. નીલગાયના માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ રાજ્ય સરકાર જોડે આગામી સમયમાં બેઠક કરશે. ગાંધીનગર શહેરને નીલગાયના ત્રાસથી મુક્ત થાય તે બાબતનું ખાસ આયોજન પણ કરવામાં આવશે તેવું મહત્વનું નિવેદન પણ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:Maldhari Community Agitation: માલધારી સમાજનું મહાઆંદોલન મોકૂફ, 15 માંગો સામે સરકારે માંગ્યો 15 દિવસનો સમય

વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ બિલ પણ મોકૂફ-બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાગૃહમાં બહુમતીના જોરે શહેરી વિસ્તાર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવ્યું છે. આને લઇને માલધારીઓ દ્વારા અનેક વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય સરકાર અને માલધારીઓની બેઠક બાદ આ બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોને કાબૂમાં રાખવા માટે નાણાકીય દંડની જોગવાઈ પણ વધારવામાં આવી છે. આને લઇને આગામી સમયમાં માલધારીઓ દ્વારા વિરોધ પણ જોવા મળી શકે છે.

વહેલી ચૂંટણીના ભયે મહેકમ મંજૂર-ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ સામાન્ય સભામાં ઉજવણી રજૂ કરીને વધારાનું મહેકમ મંજૂર કર્યું છે. હિતેશ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, જે રીતે ચૂંટણીની વાતો સાંભળળાઈ રહી છે અને જો વહેલી ચૂંટણી આવે તો કોઈ કામ અટકી શકે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ વહીવટી કામ અટકે નહીં અને તમામ વિસ્તારોનો સરખો વિકાસ થાય. સાથે અત્યારે જે 18 ગ્રામ્ય વિસ્તારો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડ્યા છે તેથી કામનું ભારણ વધ્યું છે. આમ કામનું ભારણ ઘટે અને વહીવટી કોઈપણ પ્રકારની અસર ન થાય તેને ધ્યાનમાં લઈને વધારાની મહેકમ મંજૂર કરવામાં આવી છે.

Last Updated : Apr 21, 2022, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details