અમદાવાદઃ વર્ષ 2015માં ચાલેલા પાટીદાર અનામત આંદોલન મામલામાં મોટા ખબર સામે આવ્યાં છે. પાટીદાર સમાજને 10 ટકા અનામતની માગણીઓને લઇને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં હિંસાના બનાવો પણ બન્યાં હતાં. જેને લઇને પોલીસે ઠેકઠેકાણે કેસદાખલ કર્યાં હતાં. જેમાંથી રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલા 10 કેસ પરત (Patidar Anamat Andolan Cases Withdraw )ખેચ્યાં છે.પાટીદાર નેતા ગીતા પટેલને પણ રાહત મળી છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: પાટીદાર આંદોલન કેસો પરત લેવા સરકાર સક્રિય, ગુજરાત કોંગ્રેસ નેતાએ ચૂંટણી પહેલાની લોલીપોપ ગણાવી
હાર્દિક પટેલનો કેસ - આ આંદોલન દરમિયાન ઊભરી આવનાર હાર્દિક પટેલ (Hardik Patel Case )સામેના 2 કેસો પણ પરત ખેચવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેને લઇને હાર્દિક પટેલને મોટી રાહત થવા જઇ રહી છે. પાટીદાર નેતા ગીતા પટેલને પણ રાહત મળી છે.હાર્દિક સામે જે કેસ છે તેમાંંથી એક રાજદ્રોહનો કેસ પેન્ડિંગ છે. કૃષ્ણનગર 2 કેસ નોધાયેલા હતાં. હાર્દિક સામેના રામોલ કેસની 15 એપ્રિલના રોજ હુક્મ થશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ હજુ પણ પેન્ડિંગ છે અને તેના વિશે હજુ કોઈ પણ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
આ પણ વાંચોઃ Patidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશે આપ્યો ટેકો
ક્યાં નોંધાયા છે કેસ - શહેરના નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગ પુરા, શહેર કોટડામાં 1-1 કેસ પાટીદાર યુવકો સામે કેેસ નોંધાયેલા છે. બીજા ત્રણ કેસોને 15 એપ્રિલે પરત ખેચવા સુનાવણી હાથ ધરાશે. સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત (Patidar Anamat Andolan Cases Withdraw )ખેચાયાં છે.
શું હતું પાટીદાર આંદોલન? -જુલાઇ 2015થી શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.
કુલ 900 કેસ -પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતાં. જેમાં 485 કેસ શરુઆતમાં ટકવાપાત્ર ન હોવાથી નીકળી ગયાં હતાં. બાદમાં સરકારે 235 કેસની યાદી તૈયાર કરી હતી. અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચ્યા છે હવે 187 કેસ પેન્ડિંગ છે.
મહત્વનું છે કે ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પરત ખેંચેલા કેસને લઈને ચૂંટણીમાં એક નવો વળાંક સાબિત થઈ શકે છે.
પાટીદાર આંદોલન સમયના કેસો પાછા લેવાતાં ગીતા પટેલની પ્રતિક્રિયા આંદોલન અગ્રણી ગીતાબેન પટેલની પ્રતિક્રિયા - પાટીદાર અનામત આંદોલન સામે રાજ્ય સરકારે કેસ પાછા ખેંચ્યા છે તે મુદ્દે ગીતાબેન પટેલે (PAAS Leader Geetaben Patel)પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આજે જે સરકારે જાહેરાત કરી છે 7 થી 10 કેસો પાછા ખેંચ્યા છે તેમાં, ગુજરાતમાં 150 જેટલા કેસો હતાં એમાંથી માત્ર 10 કેસો પાછા ખેંચ્યા છે. તેમાં ક્યાંય સંતોષ થઈ રહ્યો છે. પરંતુ ખુશી નથી હજુ.જે છેલ્લા 5.-6 વર્ષથી આ લડત ચાલી છે. અમારા સમાજના આગેવાનોએ ખૂબ લાંબી લડત આપી છે. બધાંએ ભેગા મળીને આના માટે સંઘર્ષ કર્યો છે ત્યારે 6-7 કેસ જ પરત ખેંચાયા છે. આ મુદ્દે સરકારે 150 જેટલા જે કેસો છે તે એક સાથે પાછા ખેચી લેવા જોઈએ. આવા પાંચ છ કેસથી પાછા ખેંચવાની કંઈ થશે નહીં. બધા કેસો પાછા ખેંચી લેવામાં આવશે તો અમને સંતોષ પણ મળશે અને એનું નિરાકરણ પણ આવશે. આ સાથે બીજી વાત એ પણ કહેવી રહી કે આજે પણ આ મુદ્દે અમારા ગામની બહેનો મુદત ભરી રહી છે તો તેનો પણ જલદી ઉકેલ આવે અને તમામ કેસો સરકાર પાછા (Patidar Anamat Andolan Cases Withdraw)ખેંચી લે.