ગુજરાત

gujarat

ETV Bharat / city

IISના 70 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા જ નોકરી મળશે: અમિત શાહ

ગાંધીનગરઃ જિલ્લાના નાસ્મેદ ગામે શ્રમ અને રોજગાર વિભાગ અને ટાટા ગ્રુપ દ્વારા સ્થાપવામાં આવી રહેલી ભારતીય કૌશલ્ય સંસ્થાનો શિલાન્યાસ મહાત્મા મંદીર ખાતેથી કેન્દ્રીય ગૃહ પ્રધાનના વરદ હસ્તે કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા 25 વર્ષ માટે મફતમાં 20 એકર જમીન આપવામાં આવી છે. ગૃહ પ્રધાને કહ્યું કે, ટાટા ગૃપ આ સંસ્થાનું સંચાલન કરશે. જેમા શ્રેષ્ઠ યુવાનો તૈયાર કરવામાં આવશે.

Indian institute of skill
ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કીલના 70 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા જ નોકરી મળી જશે: અમિત શાહ

By

Published : Jan 15, 2020, 9:33 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ગાંધીનગરના નાસ્મેદ ગામે ભારતીય કૌશલ્ય સંસ્થાનો શિલાન્યાસ કર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક પ્રધાન મહેન્દ્રનાથ પાંડે, રાજ્ય પ્રધાન આર. કે. સિંહ, ગુજરાત શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોર, ટાટા સન્સના અધ્યક્ષ એમરીટસ રતન ટાટા, વરિષ્ઠ અધિકારીયો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવનારો સમય કૌશલ્યનો છે, ત્યારે સમગ્ર દેશમાં હાલ આ પ્રકારની 3 સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે. જેમા મુંબઇમા એકનું ખાત મુહુર્ત કરાયું છે, જ્યારે બુધવારે ગાંધીનગરમાં બીજી સંસ્થાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યું કે, 60 વર્ષ સુધી જેમણે શાસન કર્યુ, તે લોકોએ બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે શું કર્યુ ? 130 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં યુવાનોને રોજગારી મળે, એ માટે જે શાસકોએ અત્યાર સુધી નવો કોઇ માર્ગ શોધ્યો જ નથી. તેઓ હવે અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે.

ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કીલના 70 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા જ નોકરી મળી જશે: અમિત શાહ

ટાટા ગ્રુપ દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની સાથે ભારતીય કૌશલ્ય સંસ્થા, નોટ ફોર પ્રોફિટ જાહેર ખાનગી ભાગીદારી મોડ પર વિકસાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સંસ્થાને જમીન પૂરી પાડી છે, ત્યારે ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ મૂડી રોકાણમાં ફાળો આપી રહ્યું છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, ભારતીય કૌશલ્ય સંસ્થાઓ સંરક્ષણ, એરોસ્પેસ, તેલ અને ગેસ અને તકનીકી જેવા ઉચ્ચ વિશિષ્ટ ક્ષેત્રોની માગને પહોંચી વળવા તાલીમ પૂરી પાડવા અને ઉચ્ચ કુશળ તકનીકી માનવશક્તિ વિકસાવવા માટે છે.

ભારતીય કૌશલ્ય સંસ્થાઓ, ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (આઈઆઈએમ) અને ભારતીય તકનીકી (આઈઆઈટી)ની તર્જ પર પ્રીમિયર તાલીમ સંસ્થાઓ તરીકે ઉભરી આવશે અને યુવાનો માટે વ્યાવસાયિક તાલીમ પ્રેરણાદાયક બનશે તેવી અપેક્ષા છે. યુવાનોને ભવિષ્યના ઉભરતા અને ઉચ્ચ માગ વાળા ક્ષેત્રો માટે યોગ્ય તાલીમ અને કુશળતાથી સજ્જ કરવા માટેનું આ એક મોટું પગલું છે. રાજ્ય સરકારે ઇન્સ્ટિટ્યુટ માટે નાસ્મેદમાં 25 વર્ષ માટે મફતમા 20 એકર જમીન ફાળવી છે. 70 ટકા પાસ-આઉટને રોજગાર આપવાનું લક્ષ્ય સાથે તેની કામગીરી શરૂ થયાના પાંચ વર્ષ પછી ઇન્સ્ટિટ્યૂટમાંથી દર વર્ષે ઓછામાં ઓછા 5 હજાર વિદ્યાર્થીઓ પાસ થશે.

રતન ટાટાએ જણાવ્યું હતું કે, આગામી વિશ્વ કૌશલ્યો-ઉદ્યોગ સાહસિકતા અને તકને આધારિત હશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્કીલ ઇન્ડીયા’ અંતર્ગત સેવેલુ ‘ન્યુ ઇન્ડીયા’નું સ્વપ્ન કૌશલ્ય અને સાહસિકતાથી જ સાકારિત થશે. આ દિર્ધદર્શી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે માત્ર પરંપરાગત જ નહિં, નવસર્જિત કૌશલ્યોની પણ જરૂર પડશે. આ નવા કૌશલ્યો ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’ (IISs)ના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details