ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સંસદ સત્ર મહાશિવરાત્રી બાદ 2 માર્ચથી લઈને 31 માર્ચ સુધી મળવા જઈ રહ્યું છે. તે પહેલા વિધાનસભાની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિપક્ષે વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. સરકાર તરફથી આ માગણીઓ નકારાઇ હોવાનું વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સુખરામ રાઠવાની માંગ
વિધાનસભાના બજેટ સત્ર અગાઉ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિરોધ પક્ષ તરફથી માંગણી (Demand for Sukhram Rathwa)કરવામાં આવી હતી કે, વિધાનસભાનું બજેટ સત્ર જે 21 દિવસનું છે. તેમાં શનિવારની રજાઓ કેન્સલ કરીને શનિવારે પણ વિધાનસભાની બેઠક ચાલુ રાખવામાં આવે. સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના મધ્યભાગથી ચાલુ થઈને માર્ચ એન્ડિંગ સુધી ચાલતું હોય છે. તે પ્રણાલીનું ભાજપ સરકારે ઉલ્લંઘન કર્યું છે. વિપક્ષની બીજી માંગણી હતી કે, લોકસભા અને રાજ્યસભાની જેમ વિધાનસભા સત્રનુ જીવંત પ્રસારણ કરવામાં આવે. જેને પણ ભાજપ શાસિત સરકારે નકારી દીધી છે.
આ પણ વાંચો:Gujarat Budget 2022: વાપીના 3,000 ઉદ્યોગ એકમોને બજેટમાંથી શું અપેક્ષા છે, જાણો