- રાજ્યના મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે ચાર્જ સાંભળ્યો
- રાજ્યના 30માં મુખ્યસચિવ બન્યા પંકજકુમાર
- મુખ્ય સચિવ તરીકે પ્રથમ તબક્કાનું વેક્સિનેશન મહત્વનું
ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ નિવૃત્ત થયા છે. ત્યારે 3 દિવસ પહેલા જ રાજ્ય સરકારે નોટીફિકેશન જાહેરાત કરીને રાજ્યના ગૃહવિભાગના અગ્ર સચિવ પંકજકુમારને મુખ્ય સચિવ તરીકેની જાહેરાત કરી હતી. ત્યારે આજે મંગળવારે મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર વિધિવત રીતે ચાર્જ અનિલ મુકિમ પાસેથી સંભાળ્યો હતો.
રાજ્યના 30માં મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે પદભાર સંભાળ્યો, જાણો કઈ કઈ બાબતોને આપશે પ્રાધાન્યતા પંકજ કુમાર રાજ્યના 30માં મુખ્યસચિવ
ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે અલગ અલગ રાજ્ય બન્યા ત્યારથી નજર ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય સચિવ તરીકે વી.ઈશ્વરન 1 મેં 1960 થી 30 એપ્રિલ 1963 સુધી રહ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ ૨૯ જેટલા અધિકારીઓ રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક પામ્યા છે. જેમાં 29માં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ 30 નવેમ્બર 2019માં નિમણૂક થયા હતા અને આજે 31 ઓગસ્ટ 2021ના રોજ 30માં મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે ચાર્જ સાંભળ્યો છે.
વેક્સિનેશન પ્રથમ હરોળમાં
મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ લેતા જ પંકજકુમારે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વેક્સિનેશન વધુ ઝડપી બનાવવામાં આવશે. જ્યારે મુખ્ય સચિવ તરીકે પ્રથમ તબક્કામાં વેક્સિનેશન વધુ ઝડપી થાય તે પ્રથમ પ્રાયોરીટીમાં રાખવામાં આવ્યું છે.
વરસાદ ખેંચાશે તો પણ ટીમ વર્ક કરીને પ્રશ્નો ઉકેલાશે
મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળતા પહેલા પંકજકુમાર વિભાગમાં અગ્ર સચિવ તરીકેની જવાબદારી સંભાળી છે અને વર્ષ 2018 અને 19માં થયેલી અતિવૃષ્ટિમાં પણ પંકજકુમારે મહત્વની જવાબદારી સંભાળી હતી. ત્યારે આ વર્ષે હવે વરસાદ ઓછો છે ત્યારે કુમારે આ બાબતે જણાવ્યું હતું કે, જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો પણ તે પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. સાથે જ તમામ અધિકારીઓ સાથે મળીને એક ટીમ તરીકે કામ કરીશું અને જે પણ આ બધા આવે તેને પહોંચી વળવા ની કામગીરી અગ્રેસર રાખીને કરવામાં આવશે.