ગુજરાત

gujarat

ETV Bharat / city

પાક. સામે 1971ના ભારતના વિજય મહોત્સવના 50 વર્ષ નિમિત્તે મસાલ યાત્રા ગાંધીનગર BSF ખાતે પહોંચી - Prime Minister Narendra Modi

પાકિસ્તાન સામે 1971ના ભારતના વિજય મહોત્સવના 50 વર્ષ નિમિત્તે મસાલ યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. જેમાં પરમવીર ચક્રો અને મહાવીરચક્ર વિજેતાઓના ગામ સુધી પહોંચી આ મસાલ યાત્રા ગાંધીનગર બી.એસ.એફ. હેડ ક્વાર્ટર ખાતે આવી પહોંચી હતી. ગાંધીનગર ખાતે બીએસએફના જવાનોએ મશાલ રિસીવ કરી શહીદોને સલામી આપી હતી.

bsf
પાક. સામે 1971ના ભારતના વિજય મહોત્સવના 50 વર્ષ નિમિત્તે મસાલ યાત્રા ગાંધીનગર BSF ખાતે પહોંચી

By

Published : Aug 23, 2021, 5:54 PM IST

  • જવાનોએ મશાલ રિસીવ કરી શહીદોને સલામી આપી
  • 4 મસાલ દેશમાં ફરી રહી છે
  • સીમા ભવાની ટીમના બાઈક સ્ટંટ રિવરફ્રન્ટ પર નિહાળવા મળશે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય વર્ષ નિમિતે દિલ્હીથી ડિસેમ્બર 2020માં મશાલ પ્રજ્વલિત કરી હતી. કુલ 4 મશાલ દેશ ભરમાં ફરી રહી છે. કુલ 4 મસાલ દેશમાં ફરી રહી છે. જે પૈકીની એક મસાલ આજે (સોમવારે) બીએસએફ હેડક્વોટર આવી પહોંચી હતી. જેનું સ્વાગત કરવા માટે બીએસએફ જવાનો સાથે ગુજરાત ફ્રન્ટીયર આઇજી જી.એસ.મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતે 13 દિવસમાં પાકને હરાવ્યું હતું

1971ના યુદ્ધમાં શહિદ થનાર જવાનોને શ્રદ્ધાંજલી આપવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. યુદ્ધની શૌર્યગાથામાં ગુજરાતનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાતની સીમાઓ પર તહેનાત જવાનોની ટુકડીઓએ પાકિસ્તાનનો કેટલોક ભાગ કબ્જે કર્યો હતો. પાકિસ્તાન 5 જાન્યુઆરીએ પગમાં પડી ગયું હતું. ભારતે કબ્જે મેળવેલા પ્રદેશો પર આધિપત્ય જમાવી પદ સ્થાપિત કર્યું હતું. 13 દિવસમાં પાકને હરાવ્યું હતું. સીમા સુરક્ષા બળ દ્વારા સફળતા પૂર્વક કામ પૂરું પડાયું હતું. હું એ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છે જેમણે આ યુદ્ધમાં શહીદી વહોરી હતી.

આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન, દિકરાએ આપી મુખાગ્ની

25મી એ સાંજે સીમા ભવાનીની ટીમ દ્વારા બાઈક સ્ટંટ કરાશે

આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં BSF દ્વારા 25મી ઓગસ્ટે સાંજે 5 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સીમા ભવાનીની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાશે. સીમા ભવાની ટીમ અને અન્ય ટીમ મળી બાઇક પર સ્ટંટ કરશે. આ પહેલા આ ટીમે બાઈક સ્ટંટ માટે લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. તેઓ અહીં 1 કિમી સુધી કરશે સ્ટંટ. 26 જાન્યુઆરીએ રાજપથ પર પણ આ ટીમે બાઇક સ્ટંટ કર્યા હતા.

પાક. સામે 1971ના ભારતના વિજય મહોત્સવના 50 વર્ષ નિમિત્તે મસાલ યાત્રા ગાંધીનગર BSF ખાતે પહોંચી

નડાબેટ ખાતે રાજ્ય સરકારનો સીમા દર્શન પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે

નડાબેટ ખાતે રાજ્ય સરકારનો સીમા દર્શન પ્રોજેક્ટ છે જેનું કામ પૂર્ણતાને આરે છે. તેમાં બીએસએફ પરેડ કરશે. વાઘા બોર્ડર જેવી જ પરેડ અહીં કરવામાં આવશે. આ વિસ્તારને ટુરિઝમ તરીકે ડેવલપ કરવામાં આવશે. લોકોને બોર્ડર સુધી જવા દેવામાં આવશે. આ ઉપરાંત અહીં યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલી તોપો, ગન, ટેન્ટ વગેરે પણ મૂકવામાં આવશે. લોકો માટે એડવેન્ચર પ્રવુતિ પણ રાખવામાં આવશે. આ ઉપરાંત ઓડીટોરિયમ વગેરે પણ ત્યાં હશે.

આ પણ વાંચો : રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ, 31મીએ મહત્વની સુનાવણી

બોર્ડર પર 3 વર્ષમાં કોઈ એવો મેજર ઇન્સિડન્સ નહીં

ગુજરાત ફ્રન્ટીયર દ્વારા 826 કિમીની સીમા સુરક્ષા ગુજરાત બોર્ડરની કરવામાં આવી રહી છે. 3 વર્ષમાં કોઈ એવો મેજર ઇન્સિડન્સ હજુ સુધી નથી બન્યો કે, બીએસએફની મોટી ચૂક થઈ હોય. મેજર ઘટનામાં બાડમેરમાં એક ઇન્કલુઝરને મારી પાડવામાં આવ્યો હતો. હરામી નાળા ઉપરાંત કચ્છ એરિયાને સારી રીતે કંટ્રોલ કર્યો છે. બોર્ડર પિલર પહેલા 150 કી.મી. દૂર પાક બોર્ડર છે. તાર ફેન્સની પેલી બાજુ બોર્ડર પિલર ક્રોસ કરીને આપણી બાજુના આપણા એરિયામાં આવી ઇન્કલુઝરને બીએસએફ દ્વારા પકડી પાડવામાં આવે છે.

બીએસએફ જ્યા નિગરાણી કરે છે ત્યાં ગુજરાત બોર્ડર પર ડ્રગ્સ નથી આવ્યું

ગુજરાત બોર્ડર પર ડ્રગ્સ આવવાનો કોઈ ઇન્સિડન્સ નથી બન્યો. હું છેલ્લા 3 વર્ષથી છું અહીં આ પ્રકારે બીએસએફ જ્યાં છે ત્યાં આવું ક્યારેય નથી બન્યું. પંજાબમાંથી કદાચ કોઈ પકડે છે તો ગુજરાતથી આવ્યું છે એવું જો સામે આવે છે તો કદાચ ક્યારેક કોઈ શીપમાંથી આવ્યું હશે પરંતુ બોર્ડર પર આવું નથી બન્યું.

ABOUT THE AUTHOR

...view details