ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મનપા ચૂંટણી : મતદારોને મતદાન મથક લાવવા પેજ પ્રમુખોને અપાઈ જવાબદારી, ભાજપે કર્યું માઈક્રો મેનેજમેન્ટ

કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત થતા જ ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Corporation election )ની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે શનિવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel )ની અધ્યક્ષતામાં પેજ કમિટી મહાસંમેલન ( Page Committee )નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

bjp to bring voters to the polling booths
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા પેજ સમિતિનું સંમેલન

By

Published : Sep 25, 2021, 10:57 PM IST

  • 3 ઓક્ટોબરના રોજ યોજાશે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ પેજ પ્રમુખની બેઠક
  • કાર્યકર્તાઓને તમામ બેઠકો જીતવાનો આપવામાં આવ્યો ટાર્ગેટ

ગાંધીનગર : કોરોનાની બીજી લહેર દરમિયાન યોજાનારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી( Gandhinagar Corporation election )ને રદ્દ કરવામાં આવી હતી, કોરોનાનો પ્રકોપ ઓછો થતા હવે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે શનિવારે ગાંધીનગર સિવિલના ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પેજ કમિટી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર કોર્પોરેશનના તમામ વોર્ડના પેજ પ્રમુખો( Page Committee )ને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel )અને ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલે માર્ગદર્શન આપ્યું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા પેજ સમિતિનું સંમેલન

ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું માઇક્રો મેનેજમેન્ટ

પેજ પ્રમુખ સમિતિની બેઠકમાં ભાજપ દ્વારા માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં પેજ સમિતિ લિસ્ટ બનાવીને 284 જેટલી કિટ તૈયાર કરવામાં આવી છે. આ તમામ કિટમાં ફોટાવાળી મતદારયાદી પણ રાખવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાજપના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે કે, જે પણ મતદાન હોય તેને તેમના મતદાન મથક સુધી લાવવાના રહેશે, જ્યારે આવનારા દિવસોમાં તમામ કાર્યકર્તાઓને જે તે વોર્ડમાં મીટીંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જ્યારે તમામ વોર્ડમાં 3થી 4 સંમેલન યોજવાની સૂચના પણ તમામ કાર્યકર્તાઓને આપવામાં આવી છે. આમ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં 2 મહાસંમેલન યોજાશે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ પણ હાજર રહેશે.

એપ્લિકેશન કરાઈ લોન્ચ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન આજે શુક્રવારે યોજાયેલી પેજ પ્રમુખ સમિતિની બેઠકમાં મહાનગરપાલિકાની આઈટી ટીમ દ્વારા એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં જે તે વોર્ડમાં કેટલા મતદારો છે, ક્યાં ઉંમરના મતદારો છે અને કઈ જ્ઞાતિના મતદારો છે. આમ તમામ પ્રકારની માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં રાખવામાં આવી છે. આમ ત્રણ દિવસ ફિલ્ડમાં કાર્ય કર્યા બાદ કેટલા લોકો ભાજપ તરફી છે કેટલા વિપક્ષ તરફ છે તે અંગેની માહિતી પણ એપ્લિકેશનના રાખવાની આવશે, જેથી પરિણામ પહેલા જ પરિણામની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ શકે.

1 ઓક્ટોબરના રોજ યોજાશે મહારેલી

3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે સંપૂર્ણ આચાર સહિતા લાગુ પડે તે પહેલા એટલે કે ૪૮ કલાક પહેલાં 1 ઓક્ટોબરના રોજ તમામ વોર્ડના સંતુલન સાથે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આમ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ તમામ વોર્ડમાં અને શેરીઓમાં બેઠક યોજીને તમામ વિગતો પણ આપવાની રહેશે, જ્યારે મંગળવારે વિધાનસભા સત્ર બાદ તમામ પ્રધાનો પણ ચૂંટણીના પ્રચાર પ્રસાર કાર્યક્રમમાં જોડાશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details