ગુજરાત

gujarat

ETV Bharat / city

10,443 ગ્રામ પંચાયતોમાંથી 1,157 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ - સમરસ ગામોની સંખ્યા

રાજ્યમાં 10,443 ગ્રામ પંચાયતની 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાવા જઈ રહી છે, ત્યારે આ વખતે 1,157થી વધુ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ગત વખત કરતા ઓછી સંખ્યામાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ત્યારે મોરબી અને કચ્છમાં સૌથી વધુ સમરસ (Samaras gram panchayat election) ગામોની સંખ્યા છે.

10,443 ગ્રામ પંચાયતોમાંથી 1,157 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ
10,443 ગ્રામ પંચાયતોમાંથી 1,157 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ

By

Published : Dec 7, 2021, 10:02 PM IST

  • રાજ્યમાં 19 ડિસેમ્બરના રોજ 10,443 ગ્રામ પંચાયતની ચૂંટણી
  • મોરબી અને કચ્છમાં સૌથી વધુ સમરસ ગામોની સંખ્યા
  • 1455 ગ્રામ પંચાયતો ગત વખતે સમરસ થઈ હતી

ગાંધીનગર: ગ્રામ પંચાયત ચૂંટણી (Gram Panchayat Election 2021)માં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ આજે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ હતી. ત્યારે 1100થી વધુ ગ્રામ પંચાયતો સમરસથઈ ચૂકી છે. સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા હતા જ્યારે ગ્રામ પંચાયત સભ્ય માટે 1 લાખ 16 હજાર 186 ફોર્મ ભરાયા હતા. 6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી.

10,443 ગ્રામ પંચાયતોમાંથી 1,157 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ

આ વર્ષે 11.08 ટકા ગ્રામ પંચાયતો સમરસ થઈ

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election in gujarat) ગત ડિસેમ્બર 2016માં યોજવામાં આવી હતી. જેમાં 10,279 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ હતી ત્યારે 1455 ગ્રામ પંચાયતો ગત વખતે સમરસ થઈ (Samaras gram panchayat election) હતી. ચાલુ વર્ષે 2021માં 10,443 ગ્રામ પંચાયત ચૂંટણી થવાની છે. જેમાં 1157થી વધુ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. તેની સરખામણીમાં અત્યાર સુધી 290 જેટલી ગ્રામ પંચાયતો આ વર્ષે ઓછી સમરસ થઈ છે. જેથી આ વર્ષે 11.08 ટકા સમરસ થઈ છે.

સૌથી વધુ ગ્રામ પંચાયતો આ જિલ્લા પ્રમાણે સમરસ થઈ છે

મોરબી 91

ભાવનગરમાં 72

પોરબંદર 28

કચ્છમાં 97

મહેસાણા 31 ગ્રામ પંચાયતો સમરસ

મોરબી ટકાવારી અને વસ્તી દ્વષ્ટિએ પ્રથમ ક્રમે છે,

ચમનનગર પંચાયત પ્રધાનનું વતન છે 7મી વખત સમરસ થયુ છે.

આ પણ વાંચો:Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

આ પણ વાંચો:Gram Panchayat Elections 2021: દાંતા તાલુકામાં 5 ગ્રામ પંચાયત સમરસ થવાના સંકેત

ABOUT THE AUTHOR

...view details