નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન - કોરોના
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી નડાબેટ ખાતે બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં સૈનિકોના મેડિકલ ચેકઅપ કરીને રીપોર્ટસ આધારીત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા આ જવાનોની સ્વાસ્થ્ય તકલીફોની સારવાર કરવામાં આવી હતી.
નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન
ગાંધીનગર: બીએસએફ જવાનો કોરોનાથી સંક્રમિત ન થાય તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે 1000 જેટલા બીએસએફ જવાનોમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.