- રાજભવન ખાતે કરાયું મેરેથોન દોડનું આયોજન
- ઓલમ્પિકમાં રમતવીરોનો ઉત્સાહ વધે માટે મેરેથોનનું આયોજન
- રાજ્યપાલ દેવવ્રત આચાર્યે મેરેથોન દોડને આપી ફ્લેગ ઓફ
ગાંધીનગર: જાપાનના ટોક્યો ખાતે ઓલમ્પિક( Olympics) શરૂ થઈ ગયું છે, ત્યારે દેશના રમતવીરોને વધુ પ્રોત્સાહન મળે તે માટે આજે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય(Governor Devvrat Acharya)એ નેહરુ યુવા ફાઉન્ડેશન સાથે મળીને મેરેથોન દોડનું આયોજન કર્યું હતું. જેમાં 50 જેટલા યુવાનોએ રાજ ભવનથી ત્રણ કિલોમીટર સુધીની મેરેથોન દોડ કરી હતી, જેમાં રાજ્યપાલ દેવરાજ આચાર્યએ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરી હતી.
ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન આ પણ વાંચો- ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
ગુજરાતના 6 પ્લેયર ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે
ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી કુલ 6 જેટલા રમતવીરો ઓલિમ્પિક( Olympics)માં ભાગ લઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતના 6 ઓલમ્પિક રમતવીરો માટે પ્રોત્સાહન રૂપે 2થી 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ અગાઉ જાહેર કરી છે.
વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલી આપી શુભેચ્છાઓ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય(Governor Devvrat Acharya)એ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રમતવીરો ટોક્યો જઈ રહ્યા હતા, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ તમામ રમતવીરો સાથે વર્ષો સુધી બેઠક યોજીને તેઓને શુભેચ્છા આપી હતી અને સમગ્ર વિશ્વમાં ભારતના રમતવીરો દેશનું નામ રોશન કરે અને વધુમાં વધુ મેડલ જીતીને લાવે તે બાબતની પણ શુભેચ્છા આપી હતી, જ્યારે આજે પ્રથમ દિવસે જ ભારતે એક સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે.
ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન 60 વર્ષમાં પ્રથમ વખત ગુજરાતી મહિલાઓ ઓલમ્પિકમાં
ઇતિહાસની વાત કરવામાં આવે તો 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક(Olympics)માં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, જેમાં ફક્ત ગુજરાતની જ 6 મહિલાઓનો સમાવેશ થયો છે, ત્યારે 23 જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિકસ (Olympics)ગુજરાતની છ દીકરીઓને રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
આ પણ વાંચો-Tokyo Olympics 2020, Day 2: સુમિત નાગલે પહેલી મેચમાં ઈસ્તોમિનને હરાવ્યો
ગુજરાતની 6 મહિલાઓની યાદી
- સ્વિમિંગમાં માના પટેલ
- શૂટિંગમાં એલાવેનિલ વાલારિવન
- ટેનીસમાં અંકિતા રૈના
- પેરા ટેબલ ટેનિસમાં સોનલ પટેલ
- પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલ
- પેરા બેડમિન્ટનમાં પારુલ પરમાર