રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જારી કર્યા આદેશો, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે - રાષ્ટ્રધ્વજ
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના દુ:ખદ નિધનના શોકમાં ભારત સરકારે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી 7 દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે. જેને લઇને રાજ્યની તમામ સરકારી કચેરીમાં લગાવેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરવામાં આવ્યો છે.
![રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જારી કર્યા આદેશો, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જારી કર્યા આદેશો, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8638372-thumbnail-3x2-rashtriyshok-7205128.jpg)
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જારી કર્યા આદેશો, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
ગાંધીનગરઃ ભારત સરકારની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. એટલું જ નહીં, આ દિવસો દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં.