ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર શહેર-જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાન મસાલાના ગલ્લા બંધ રાખવાનો આદેશ - Corona News

ગાંધીનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ કરાયો હતો.

ગાંધીનગર શહેર-જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાન મસાલાના ગલ્લા બંધ રાખવાનો આદેશ
ગાંધીનગર શહેર-જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાન મસાલાના ગલ્લા બંધ રાખવાનો આદેશ

By

Published : Apr 13, 2021, 5:11 PM IST

  • ગાંધીનગર શહેર-જિલ્લામાં કોરોના વકરતા લેવાયો નિર્ણય
  • 30 એપ્રિલ સુધી બંધ તમામ ગલ્લા-લારીઓ બંધ રહેશે
  • પાન પડીકી ખાઈને લોકો ગમે ત્યાં થૂંકતા હોવાથી લેવાયો નિર્ણય


ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયા બાદ શહેરના તમામ પાન પાર્લર બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે, ત્યાં ગાડીઓના પાર્કિંગ જોવા મળ્યા હતા. કોરોનાના કેસ વધતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો:AMCએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં શહેરના 4 સ્ટોલ સીલ કર્યા, 480 ગલ્લા વાળાઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

કલેક્ટર કુલદીપ આર્યાએ કહ્યું કે, લોકો ભેગા થતા હોય છે અને ગમે ત્યાં થૂંકતા હોય છે. આગામી 15 દિવસ સુધી જિલ્લાના પાન પાર્લર બંધ રહેશે. જે માટે પોલીસને પણ તેનું પાલન કરાવવાની જાણ કરી છે. પાન પાર્લર પર લોકો ભેગા થતા હોય છે એને ગમે ત્યાં થૂંકતા હોય છે. એ કારણે સંક્રમણ વધવાની શક્યતા હોવાથી તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો:મોરબીમાં પાન માવાની દુકાનો પર GST ટીમના દરોડા

ગાંધીનગરમાં તમામ પાન પાર્લર બંધ જોવા મળ્યા

અમદાવાદમાં પાન પાર્લર બંધ કરાવ્યા બાદ ગાંધીનગરમાં પણ શહેર અને જિલ્લાના પાન પાર્લર બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટથી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ આ અંગે કાર્યવાહી કરી શકે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જોતા એક પણ પાન પાર્લર શહેરમાં ખુલ્લી હાલતમાં જોવા મળ્યું નહોતું.

ABOUT THE AUTHOR

...view details