- એક્સિજનની તમામ સરકારી હોસ્પિટલમાં ફાયર NOC મેળવવા કરાયો હુકમ
- આરોગ્ય વિભાગની હસ્તક તમામ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસણી બાબતે આદેશ
- રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ મ્યુ. કમિશ્નર અને ફાયર ઓફીસરને પત્ર લખીને કરાઈ જાણ
ગાંધીનગર : ફાયર NOCને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક ખાસ સુનવણી હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની 95 જેટલી ફાયર પરવાનગી વગરની હોસ્પિટલ અને સીલ મારવાની નોટિસ આપવામાં આવી છે, ત્યારે હવે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડીને રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની તમામ ઇમારતોમાં ફાયર સેફ્ટી(Fire Safety)ની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- FIRE NOC: અમદાવાદની 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ
રાજયના તમામ મ્યુ. કમિશ્નરને અપાઈ સૂચના
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકાના અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે. જેમાં આરોગ્ય ખાતાના હસ્તક મેડિકલ કોલેજ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફટી(Fire Safety)ની ચકાસણી કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવી છે.