- વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રજૂ કર્યો હાવર્ડ યુનિવર્સિટીનો સર્વે
- રાજ્યમાં કોરોનાકાળમાં 3 લાખથી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ
- આરટીઆઇ કરી હોવાનો પરેશ ધાનાણીએ કર્યો દાવો
ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પ્રથમ અને બીજી લહેર દરમિયાન ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા પણ કથળી પડી હતી. લોકો ઇન્જેક્શન, દવાઓ અને હોસ્પિટલમાં એડમિટ થવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાવર્ડ યુનિવર્સિટીનો સર્વે રજૂ કર્યો હતો. જેમાં પાંચ ટકા વસ્તીમાંથી જ 16 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન ત્રણ લાખથી વધુ નાગરિકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યા હતા.
આ પણ વાંચો- અમરેલીની લીલાપાણી નેસમાં માલધારી સમાજની સ્થિતિ જાણવા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી બાઈક લઈને પહોંચ્યા
આંકડાની માયાજાળ
પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે, અમરેલીની નગરપાલિકાઓ પૈકી 6 નગરપાલિકાઓના મૃત્યુ રજીસ્ટરમાં એપ્રિલ 2019ની સરખામણીએ એપ્રિલ 2021માં 1857થી વધુ મૃત્યુ નોંધાયા છે, પરંતુ સરકારના દાવા મુજબ એપ્રિલ 2021માં અમરેલીના ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં માત્ર 14 લોકોના જ મોત થયા છે, જ્યારે અમરેલીમાં બે મહિનામાં 11161 જેટલાના અગ્નિસંસ્કાર થયા છે. બાકીનાને બાજુના ગામમાં અગ્નિસંસ્કાર માટે લઇ જવાની ફરજ પણ બીજી લહેર દરમિયાન પડી હોવાના આક્ષેપ પણ પરેશ ધાનાણીએ કર્યા હતા.
મુસ્લિમ કબ્રસ્તાનમાં 100 જેટલી દફનવિધિ થઈ હોવાની વાત પણ પરેશ ધાનાણીએ કરી
ઉપરાંત સ્થાનિક મુસ્લિમ કબ્રસ્તાનમાં 100 જેટલી દફનવિધિ થઈ હોવાની પણ વાત પરેશ ધાનાણીએ કરી હતી. આમ રાજ્યની 170 નગરપાલિકાઓમાંથી 68માં ઠાકોરના સમયમાં થયેલા મૃત્યુના આંકડાઓએનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે, માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીમાં 16,892થી વધારે મૃત્યુ થયા હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો હતો.