ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં આગામી 29 સપ્ટેમ્બરથી યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઇમ્સ ( Opening ceremony of national games on 27 september ) ના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટીની બેઠકમાં ( 36th National Games Committee meeting in Gandhinagar ) સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં રમતગમત પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત હતાં. 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં સીએમે દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના 6 મહાનગરોમાં સ્પર્ધાઓ યોજાશે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 8000 ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ 36 રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ મહાનગરોમાં કુલ મળીને 17 જેટલા સ્થળોએ વિવિધ 36 રમતોનું આયોજન સારી રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે.આ ઉપરાંત 6 મહાનગરોમાં પણ સિટી કમિટીની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.
કયા અધિકારીઓ સંભાળશે જવાબદારીઅમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી. ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વિ.એન.એલ ના એમ.ડી શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે.