- રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ફટકાર
- સરદાર સરોવરની ગ્રાન્ટમાં ઓછી ફાળવણી
- 31 ડિસે. 2020 સુધી 132.841 કરોડ વણવપરાયેલા
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં જ્યારે પણ સરદાર સરોવર અને નર્મદાનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન મોદીએ શપથ લીધી ત્યારે ફક્ત 17માં દિવસે જ નર્મદાના દરવાજા અંગે મહત્વનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે સરદાર સરોવર યોજના માટે છેલ્લા બે વર્ષમાં કુલ 2967.49 કરોડની માંગણીની સામે કેન્દ્ર સરકારે ફક્ત 1879.76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર પાસે હજુ 132.841 કરોડ વણવપરાયેલા
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્નોત્તરીમાં સરદાર સરોવર યોજનાની ગ્રાન્ટ માટેનો સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરી હતી અને કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે, તે અંગેની આંકડાકીય માહિતી રાજ્ય સરકારે રજૂ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ગ્રાન્ટનો ખર્ચ થયો અને કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી રહી? તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, વર્ષ 2018-19, વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 માં અનુક્રમે 3161.61, 1124.295 અને 791.42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે, 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 132.841 કરોડની રકમ વણવપરાયેલી પડી છે. આ રકમ લોકડાઉન અને ટેન્ડરથી કામ લેવાનું હોવાના કારણે વણવપરાયેલી હોવાનું રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે.
નર્મદા ડેમમાં પાણીના સંગ્રહ વિશેનો પ્રશ્ન પણ પૂછાયો