- કાલે વેક્સિનના કેટલા ડોઝ અપાશે કોઈ નક્કી નહીં
- કોર્પોરેશન પણ નક્કી નથી કરી શકતું કયા સેન્ટર પર વેક્સિન (vaccine) કામગીરી ચાલુ રાખવી
- ચૂંટણી પહેલા મનપા વિસ્તારમાં વેક્સિન કામગીરી ધીમી થઈ
ગાંધીનગર: ગાંધીનગર મનપા વિસ્તારમાં રોજના 5000 વેક્સિન (vaccine)ના ડોઝની આવશ્યકતા છે જેની સામે 2500 ડોઝ અવેલેબલ છે. એટલે કે, 2,500 લોકોને વેક્સિન સેન્ટર પરથી ધક્કો ખાવો પડી રહ્યો છે. એક બાજુ કોર્પોરેશનની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ વેક્સિન (vaccine)ના ડોઝનો જ અભાવ છે. સરકાર એક બાજુ વેક્સિન અભિયાનનો પ્રારંભ કરે છે તેના એક અઠવાડિયાની અંદર જ આ મહા અભિયાન અસફળ સાબિત થતું જોવા મળી રહ્યું છે. ગાંધીનગર મનપા વિસ્તાર ઉપરાંત જિલ્લામાં પણ વ્યક્તિનેના ડોઝ ઓછા મળી રહ્યા છે. ઓફલાઇન વેક્સિન (vaccine) સુવિધા માટે કાર્યું તો વેક્સિન જ ખૂટી પડી.
કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ વેક્સિનેશન ધીમું પડ્યું
ગાંધીનગર મનપાની ચૂંટણી સપ્ટેમ્બર મહિના આજુ બાજુ યોજાય તે પ્રકારની શક્યતા રહેલી છે પરંતુ ચૂંટણી ની તારીખો જાહેર થાય એ પહેલા મોટા પ્રમાણમાં અને ઝડપી વેક્સિનેશન (Vaccination) થવું પણ જરૂરી છે ત્યારે અત્યારથી જ ડોઝ ઓછા મળી રહ્યા છે. કોર્પોરેશનને 35 સેન્ટરો ઘટાડીને 15 જ સેન્ટર વેક્સિનેશન માટેના કરી દીધા છે. કોર્પોરેશન પાસે પણ પૂરતું પ્લાનિંગ નથી કેમ કે મોડી રાત્રે જ ખબર પડે છે કે 2,500 ડોઝ વેક્સિનના મળશે. જેથી કાલે કેટલા સેન્ટર વધારવા તે અંગે પણ કોઈ પ્લાનિંગ શક્ય નથી બની શકતું.