- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ
- અમદાવાદમાં 4, વડોદરામાં 8, સુરતમાં 1, રાજકોટમાં 1 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 22 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 3 અને આણંદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.