ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 19 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 7 જિલ્લા કોરોનાના નવા કેસ, મૃત્યુ એક પણ નહીં - Gujarat News

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે  છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે ગુરુવારે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે.

Gandhinagar News
Gandhinagar News

By

Published : Aug 19, 2021, 11:00 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 22 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 2, વડોદરા 3, સુરત 3, જૂનાગઢમાં 2 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે ગુરુવારે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 22 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તે રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા અને જૂનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારમાં અને 3 જિલ્લા સુરત ગ્રામ્ય, ગીર સોમનાથ, કચ્છ, જામનગર, નવસારી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,77,538 રસીકરણ થયું, 1 કરોડ લોકોને બન્ને ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં આજે ગુરુવારે 19 ઓગષ્ટના રોજ 3,77,538 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,19,93,402 થઈ છે. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 2,13,495 નાગરિકને પ્રથમ ડોઝ અને 33,687 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.19 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 183 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 177 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,077 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,994 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details