- 33 જિલ્લામાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 MRI મશીન
- 20 જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ સીટી સ્કેન મશીન નથી
- છેલ્લા બે વર્ષમાં સરકારે વડોદરામાં એક જ સીટી સ્કેન મશીનની ખરીદી કરી
અમદાવાદ:એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે સુધારાની વાત કરી રહી છે. તો બીજી તરફ, સરકારી હોસ્પિટલોની હાલત ખાડે જતી હોવાનું વિધાનસભામાં ખુલાસો થયો છે. રાજ્ય સરકારીની હોસ્પિટલોમાં આધુનિક સુવિધા નામે ઝીરો કામગીરી હોવાનું પણ બહાર આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 જ MRI મશીન હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે માત્ર એક જ સીટી સ્કેન મશીનની ખરીદી કરી છે. જ્યારે, MRI મશીનની છેલ્લા બે વર્ષમાં ખરીદી કરવામાં આવી નથી.
આ પણ વાંચો:ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી પહોંચડાવી જરૂરી
ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવો મજબુરી
રાજ્યના 20 જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક પણ સીટી સ્કેન મશીન નથી. તેમજ, 28 જિલ્લામાં એક પણ MRI મશીન નથી. જેને લઇને લાખો રૂપિયાના ખર્ચે દર્દીઓને ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવાની ફરજ પડે છે. કોરોનાના દર્દીઓને સીટી સ્કેન અને MRIની પણ ખાસ જરૂર પડતી હોય છે. જેના લીધે દર્દીઓને ખાનગી સંસ્થાઓમાં હજારો રૂપિયા આપી રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે. હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવા જવું પડે છે.