- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંઘાયા
- 16 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
- અમદાવાદમાં-4, વડોદરા- 5, સુરત- 3, ભાવનગર- 1 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 16 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં અને 2 જિલ્લા આણંદ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.